ખબર

81 વર્ષના માજીએ 35 વર્ષના યુવક સાથે કર્યા હતા લગ્ન, હવે થઇ રહી છે આ મુસિબત

કહેવાય છે કે પ્રેમને ક્યારેય ઉંમરના બંધનો નથી નડતા. જેના કારણે આજે સોશિયલ મીડિયામાં ઘણી એવી જોડીઓ જોવા મળે છે, જેને જોતા એવું લાગે આમને કોઈ ઉંમરનું બંધન નથી હોતું, હાલ એક એવી જ જોડીની વાત અમે કરવાના છે, જેમાં 81 વર્ષની ઉંમરની મહિલાએ 35 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા અને હવે આ સમસ્યા તમને સતાવી રહી છે.

Image Source

બ્રિટેનમાં રહેવાવાળી મહિલા આઈરિસ જોન્સે આઇટીવી ના એક શોની અંદર ભાગ લીધો હતો, જેમે તેને પોતાના સંબંધ વિશે જણાવ્યું હતું. પરંતુ જોન્સ માટે સૌથી મોટી મુસબિત એ આવી રહી છે કે 81 વર્ષની ઉંમરમાં તે હવે પોતાના પતિ સાથે નથી રહી શકતી.

Posted by Iris Jones on Saturday, 11 January 2020

મુસીબત એ છે કે જોન્સનો પતિ ઇજિપ્તમાં રહે છે. હવે બ્રિટેન આવવા માટેના વિઝા મળવામાં તેને સમય લાગી રહ્યો છે. તો જોન્સને એ વાતનો ડર છે કે તેની ઉંમર વધારે થઇ ગઈ છે, જેના કારણે તે પોતાના પતિને મળ્યા વગર જ કોઈપણ ક્ષણે મૃત્યુ પામી શકે છે. જોન્સ ઇજિપ્ત જઈને એટલા માટે નથી રહેવા માંગતી કે ત્યાંનું વાતાવરણ તેના માટે અનુકૂળ નથી.

Posted by Iris Jones on Thursday, 24 September 2020

બ્રિટનના વેસ્ટનમાં રહેવાવાળી જોન્સ એક ફેસબુક ગ્રુપ દ્વારા પોતાનાથી 46 વર્ષ નાના યુવક મોહમ્મદ અહેમદ સાથે જોડાઈ હતી ત્યારેબાદ જોન્સ ઇજિપ્ત ગઈ અને ત્યાં જઈને મોહમ્મદ સાથે સમય પણ પસાર કર્યો હતો અને નવેમ્બરમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.