80 વર્ષના આ દાદા 30 વર્ષથી ખાય છે રોજના 250 ગ્રામ પથ્થર, ડોક્ટર પણ તેને જોઈને રહી ગયા હેરાન, જાણો કેવી રીતે થઇ હતી શરૂઆત

આપણા દેશની અંદર ઘણા એવા લોકો છે જેમની કેટલીક આદતો આપણને હેરાન કરી દેનારી હોય છે, આવા લોકોના કિસ્સાઓ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ મહારાષ્ટ્રના સતારામાંથી પણ એક એવા જ વ્યક્તિનો કિસ્સો  વાયરલ થઇ રહ્યો છે.

સતારાના ફલ્ટન તાલુકામાં આવેલા ગામ આદર્કી ખુર્દ ગામમાં એક વૃદ્ધ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તે છેલ્લા 30 વર્ષથી રોજ પથ્થર ખાય છે. આ વૃદ્ધની ઉંમર 80 વર્ષની છે અને દરરોજ 250 ગ્રામ પથ્થર ખાય છે.

આ મામલો ત્યારે સામે આવ્યો જયારે પેટમાં દુઃખાવો થયા બાદ ગુરુવારના રોજ વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને સીટી સ્કેન બાદ ખબર પડી કે તેના પેટમાં પથ્થરોનો ઢગલો લાગેલો છે.

પથ્થર ખાવા વાળા વૃઘ્ધનું નામ રામભાઉ બોડકે છે. તેમને ગામના લોકો “પથ્થર વાળા બાબા” નામથી બોલાવે છે. એટલું જ નહીં ઘણા લોકો તેને ચમત્કાર માનીને દૂર દૂરથી તેમને મળવા માટે પણ આવે છે.

રામભાઉ મુંબઈમાં મજૂરી કરતા હતા. 1989માં મુંબઈમાં મજૂરીનું કામ છોડીને સતારા આવી ગયા. અહીંયા આવ્યા બાદ એક દિવસ તેમના પેટમાં દુઃખાવો શરૂ થયો. તો ગામની એક મહિલાએ જ તેમને જણાવ્યું કે જો પથ્થર અથવા માટી ખાવાનું શરૂ કરી દે છે તો તેમના પેટનો દુઃખાવો દૂર થઇ જશે. ત્યારબાદ રામભાઉએ પથ્થર ખાધા અને હેરાનીની વાત તો એ છે કે તેમના પેટનો દુઃખાવો પણ ઓછો થઇ ગયો.

રામભાઉના પેટનો દુઃખાવો તો ઓછો થઇ ગયો પરંતુ તેમને પથ્થર ખાવાની લત લાગી ગઈ. ત્યારથી લઈને આજ સુધી 31 વર્ષ થઇ ગયા. તે દરરોજ પથ્થરના ટુકડા ખાતા હતા. રામભાઉના આ દાવા ઉપર ડોક્ટર પણ હેરાન છે.

ડોકટરોનું કહેવું છે કે એ અસંભવ છે કે કોઈ વ્યક્તિ 250 ગ્રામ પથ્થર ખાઈને પણ કેવી રીતે જીવતું રહી શકે છે. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રામભાઉની હાલત હાલમાં સામાન્ય છે અને ડોકટરો પણ તેમના પથ્થર પચાવવાના રહસ્યને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Niraj Patel