એક છોકરીએ BF માટે બનાવ્યા 8 એવા સખ્ત નિયમ કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો, મગજની પથારી ફેરવી નાખશે

Strict Rules For Boyfriend : એવું માનવામાં આવે છે કે કોઇ પણ રિલેશનશિપ સારી ત્યારે ચાલી શકે છે જ્યારે પાર્ટનર વચ્ચે ટ્રસ્ટ હોય. પરંતુ એક છોકરીએ તેના બોયફ્રેન્ડ માટે 8 એવા નિયમો બનાવ્યા, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ. આ છોકરીએ તેના 8 નિયમો સમજાવતો એક વીડિયો પણ બનાવ્યો અને તેને ટિકટોર પર 3 મિલિયનથી વધુ વ્યૂઝ પણ મળ્યા. છોકરીના વીડિયો પર લોકો અલગ-અલગ મંતવ્યો આપી રહ્યા છે.

કેટલાકે તેની પ્રશંસા કરી તો કેટલાકનું માનવું છે કે આટલું નિયંત્રણ ટ્રસ્ટની સમસ્યાને દર્શાવે છે. વીડિયોમાં નિયમોનું વર્ણન કરતા છોકરીએ કહ્યું- ‘આજે હું કેટલાક વિવાદાસ્પદ નિયમો વિશે જણાવવા જઈ રહી છું જેનું પાલન હું મારા બોયફ્રેન્ડને કરાવીશ. ડિસ્કલેમર: મારા અત્યાર સુધીના તમામ બોયફ્રેન્ડે આ રુલ્સ ફોલો કર્યા છે. જો તુ પણ તેમના જેવો છે. ‘હે ભગવાન હું તો ક્યારેય નહિ હોઇ શકતી !’ તો ઠીક છે, નહિ તો કોઈ બીજું હશે.’

પ્રથમ- તમારે તે બધી છોકરીઓને બ્લોક કરવી પડશે જેની સાથે તમે રોમેન્ટિક વાતો કરી છે.
બીજું- જે દિવસથી તમે મને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારથી કોઈ છોકરીને ફોલો નહિ કરવાની.
ત્રીજું- હેન્ડલબારમાં કોઈપણ છોકરીને સર્ચ નહીં કરવાની.

ચોથું- છોકરીઓના ફોટા લાઈક નહિ કરવાના. પાંચમું- કોઈની સ્ટોરી પર રિપ્લાય નહિ કરવાનો.
છઠ્ઠું- એક્સપ્લોર પેજને સ્ક્રોલ કરવાથી એક સમયે એક કરતાં વધુ છોકરી ન દેખાવવી જોઈએ.

સાતમું- જો કોઈ છોકરી સતત બિકીની ફોટો પોસ્ટ કરે છે તો તેને અનફોલો કરવી પડશે. આઠમું- લિંક ટ્રી પર ક્લિક નથી કરવાનું.

છોકરીના આ રૂલ્સ આવ્યા બાદ વીડિયોના કમેન્ટ સેક્શનમાં ચર્ચા શરૂ થઈ ગઇ. કેટલાક લોકો યુવતીને સાચી ઠહરાવી રહ્યા હતા તો કેટલાક તેને કંટ્રોલિંગ ગણાવી રહ્યા હતા. એક યુઝરે લખ્યું- શું હું એકલો જ છું જેને આ નિયમ ખૂબ કડક લાગે છે ?

Shah Jina