જ્યોતિષ શાસ્ત્ર

આજે રવિવારના દિવસે હનુમાનજીની કૃપાથી 2 રાશિના લોકોને મળશે શુભ સમાચાર, જાણો રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો આજના દિવસે તેની માતાની નજીક રહેશે જેથી તેને સુખની પ્રાપ્તિ થશે. આજના દિવસે કામમાં સફળતા મળશે અને નોકરીમાં બદલાવ અથવા ટ્રાન્સફરની ખબર મળી શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે સમય પસાર કરવામાં આનંદ આવશે.
આજના દિવસે દિનચર્યા સારી બનાવશો. આજના દિવસે ઘણો લાભ મળશે. સ્વાસ્થ્યને લઈને આજનો દિવસ થોડો કમજોર રહેશે. આજના દિવસે ખર્ચ થશે. દિવાળીનું શોપિંગ કરી શકો છો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોના દિલમાં આજે ખુશી રહેશે. ઘણો સમય ભાઈ-બહેન સાથે વિતાવશો. આજના દિવસે માનસિક ઉર્જા વધશે. જીવનસાથી સાથેના મતભેદો દૂર કરવાનો પ્રયાસ કરશો. કામમાં આજના દિવસે વધુ ફોકસ કરશો. આજના દિવસે સારું કામ કરો. પારિવારિક જીવન ખુશનુમા રહેશે. આજના દિવસે સારો લાભ મળશે. પરિવારના લોકો તમારી સાથે રહેશે. સ્વાસ્થ્ય મામલે દિવસ થોડો કમજોર રહેશે. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને કોઈ લાપરવાહી ના કરો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાપૂર્વક રહેશે. આજના દિવસે રોકાણ કરવાથી લાભ મળવાના યોગ બની રહ્યા છે. જે વિધાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને સફળતા મળશે. આજના દિવસે જીવનસાથી સાથેના સંબંધમાં સુધારો આવશે. આજના દિવસે પહેલા કરતા સંબંધ વધુ સારો રહેશે. કામને લઈને અનુકૂળ પરિણામ મળશે. નોકરીમાં આજના દિવસે ભાગદોડ રહેશે. આજના દિવસે કોઈ અડચણ આવી શકે છે.
4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. જૂની વાતો યાદ કરીને આંખ ભીની થઇ શકે છે. આજના દીવસે કોઈ કામ એક સાથે હાથમાં ના લો. નહીં તો પાછળથી તકલીફ આવી શકે છે. તેથી તમારા કામ પર ધ્યાન આપો. નોકરીમાં સારા પરિણામ મળશે. આજના દિવસે ખર્ચમાં વધારો થઇ શકે છે. જેના કારણે આવક પર ધ્યાન આપવું પડશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ કમજોર રહેશે. પરણિત લોકો તેના દાંમ્પત્ય જીવનમાં જીવનસાથી સાથે પ્રેમભરી વાત કરશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોના આજના દિવસે અટકેલા કામ પુરા થશે. મિલ્કતમાં લાભ મળી શકે છે. આ કારણે તમે આજના દિવસે બહુ જ ખુશ રહેશો. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજના દિવસે કમજોર રહેશે. આજના દિવસે તમારું પ્રિય વ્યક્તિ તમારાથી દૂર થઇ શકે છે. તેથી આજના દિવસે તે કોઈ વાતથી નારાજ ના થાય તેનું ધ્યાન રાખો. દાંમ્પત્ય જીવનમાં આજના દિવસે પ્રેમ વધશે. આજના દિવસે એકબીજા પ્રત્યે મનમાં ઈજ્જત રહેશે. વેપારને લઈને આજના દિવસે સારા પરિણામ મળશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોમાં આજના દિવસે આવકથી સારો લાભ થઇ શકે છે. આજના દિવસે તમને ક્યાંકથી પૈસા આવી શકે છે. આજના દિવસે કામમાં સફળતા મળશે. આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે. આજના દિવસે કોઈ સાથે ઝઘડો થઇ શકે છે. આજના દિવસે તમારે કામથી કામ રાખવાનું નહીં તો ઝઘડો થઇ શકે છે. દાંમ્પત્ય જીવન માટે આજનો દિવસ સામાન્ય રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ ઉતાર-ચડાવ ભર્યો રહેશે. આ દરમિયાન કોઈ યાત્રાથી બચો. પારિવારિક તણાવ વધવાની કોશિશ ના કરો.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકોએ આજના દિવસે કામ પર જ ધ્યાન આપવાનું રહેશે. આજના દિવસે તમે ઘણા વ્યસ્ત રહેશો. આજના દિવસે પરિવારમાં નાનો-મોટો ઝઘડો થઇ શકે છે. આજના દિવસે તમારે પરિવાર પ્રત્યેની જવાબદારી સમજવાની રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિની નજીક આવી શકો છો. જે લોકો પરણિત છે તેના દાંમ્પત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. જીવનસાથી સાથે માર્કેટમાં જઈ શકો છો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો આજના દિવસે ભાગ્યનો સહારો મળશે. આજના દિવસે કામમાં સફળતા મળશે. આજના દિવસે પિતા સાથેના સંબંધ સુધરી શકે છે. આજના દિવસે સમાજમાં એક સારું સ્થાન પ્રાપ્ત થશે. આજના દિવસે કયાંકથી ધન લાભ થઇ શકે છે. પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો આજના દિવસે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. આજના દિવસે તમને સારું મહેસુસ થશે. આજના દિવસે કામ અને મહેનતથી આગળ વધશો. નોકરી કરતા લોકોને આજના દિવસે સારા સમયની પ્રાપ્તિ થશે. આજના દિવસે કામની તારીફ થશે. પરણિત લોકો તેના જીવનસાથી સાથે કયાંક બહાર ફરવા જઈ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો કમજોર રહી શકે છે. આજના દિવસે માનસિક તણાવમાં પણ વધારો થઇ શકે છે. આજના દિવસે કામમાં તકલીફ થઇ શકે છે. ભાગ્યની કૃપાથી ઘણા રોકાયેલા કામ થશે. અચાનક જ ધનની પ્રાપ્તિ થઇ શકે છે. આજના દિવસે યાત્રા પર જવા માટે સારો રહેશે. આજના દિવસે ખુશી મળશે. આજના દિવસે તમારી જિંદગીમાં કોઈ નવું વ્યક્તિનું આગમન થશે જે તમને બહુ જ પ્રેમ આપશે. જો તમે પરણિત છો તો ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ થોડો કમજોર રહેશે. કોઈ વાતને લઈને આજના દિવસે જીવનસાથી નારાજ થઇ શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ તકલીફ પડી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થવાની શક્યતા છે. જેનાથી તમારી ખુશીમાં વધારો થશે. આજના દિવસે વેપારમાં પણ સારો નફો મળશે. પરિવારમાં બધા લોકો ખુશ રહેશે, આજના દિવસે તમારી મનગમતી વાનગી બની શકે છે. જેનાથી તમારા મનમાં ખુશી મળશે. દાંમ્પત્ય જીવનમાં જીવનસાથી પ્રેમ કરશે. આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે વધતા જતા ખર્ચ પર ધ્યાન રાખવું પડી શકે છે નહીં તો આર્થિક સ્થિતિ બગડી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો આજના દિવસે ઘણા લાભ મળશે. નોકરી કરતા લોકોના કામની તારીફ કરવામાં આવશે. આજના દિવસે લોકો પોતાની રીતે કામ કરવાનું પસંદ કરશે. આર્થીક રીતે આજનો દિવસ મજબૂત રહેશે. આજના દિવસે ધનલાભ અને પ્રબળ યોગ બની રહ્યો છે. પરણિત લોકો તેના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે ખુશ રહેશે. જીવનસાથી સાથેના સંબંધમાં પ્રેમ વધશે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ વાતને લઈને નિરાશ થઇ શકે છે. આજના દિવસે માનસિક તણાવ આવી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો આજના દિવસે ખરીદીમાં વ્યસ્ત રહેશે. આજના દિવસે તમે કોઈને પ્રેમ કરો છો તો ગિફ્ટ મળી શકે છે. આ સાથે જ તમારા પ્રિય વ્યક્તિનો સાથ મળશે. પરણિત લોકોને તેના સંતાન તરફથી સારા પરિણામ મળી શકે છે. આજના દિવસે આવકમાં વધારો કરવા માટે કોઈ નવું કામ મળી શકે છે. આ રાશિના જાતકો જ્યાં નોકરી કરે છે ત્યાં ઝઘડો થઇ શકે છે. આજનો દિવસ પરિવાર સાથે વિતાવવા મળશે.