કચ્છમાં 70 વર્ષની ઉંમરે આ મહિલાના ઘરે બંધાયુ પારણુ, લગ્નના 45 વર્ષે આપ્યો બાળકને જન્મ

ઘણીવાર એવું બનતુ હોય છે કે, લગ્નને ઘણો સમય વીતી ગયો હોવા છત્તાં કેટલાક દંપતિને બાળકનું સુખ મળતુ નથી હોતુ તો ઘણીવાર એવું થતુ હોય છે કે લગ્નને ઘણા વર્ષો વીત્યા બાદ તેમના ઘરે પારણુ બંધાતુ હોય છે. આવા કિસ્સા ઘણીવાર સાંભળવા મળતા હોય છે અને કેટલાક કિસ્સા તો આપણને ચમત્કાર જેવા પણ લાગતા હોય છે. હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કોઇ ચમત્કારથી ઓછો નથી.

એક 70 વર્ષિય મહિલાના ઘરે લગ્નના 45 વર્ષ બાદ ઘોડિયુ બંધાયુ છે. તેમના ઘરે બાળકનું આગમન થયુ છે. આ કિસ્સો ગુજરાતના કચ્છનો છે. કચ્છના રાપર તાલુકાના મોરા ગામે એક 70 વર્ષિય મહિલાએ ભુજની ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. રાપરના મોરા ગામના વૃદ્ધ દંપતિ કે જેમાં મહિલાની ઉંમર 70 વર્ષની છે અને પુુરુષની ઉંમર 75 વર્ષની છે તેમના ત્યાં લગ્નના 45 વર્ષ બાદ બાળકનું આગમન થતા ચારેબાજુ ખુશી છવાઇ ગઇ છે.

રાપર તાલુકાના મોરા ગામના જીવુબેન રબારી અને વાલજીભાઇ રબારી લગ્નના 45 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. તેઓ છેલ્લા ચાર દાયકાથી સંતાન માટે ઝંખતા હતા. આખરે લગ્નના 45 વર્ષ બાદ તેમણે ટેસ્ટટયૂબ થકી બાળકને જન્મ આપ્યો છે. જીવુબેનની ટ્રીટમેન્ટ ભૂજની ખાનગી હોસ્પિટલમાં શરૂ કરાઇ હતા અને તેના થકી આખરે તેમની માતા બનવાની ઇચ્છા પૂરી થઇ છે.

75 વર્ષિય વાાલજીભાઇએ પિતા બનતા ભગવાનનો અને ડોક્ટરનો આભાર માન્યો હતો. આ ઉંમરે તેઓને બાળક થતા તેમણે બાળકનું નામ લાલો રાખી દીધુ છે. ડોક્ટરોએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. જણાવી દઇએ કે, જે ટ્રીટમેન્ટથી જીવુબેને બાળકને જન્મ આપ્યો છે, તે ગર્ભધારણ કરવાની કૃત્રિમ પ્રકિયા છે. આનાથી જન્મેલા બેળકને ટેસ્ટટયૂબ બેબી કહેવાય છે.

આ પ્રક્રિયામાં લેબોરેટરીમાં એકસાથે રાખીને મહિલાના અંડ અને પુરુષના શુક્રાણુને ફળદ્રુપ કરવામાં આવે છે. ત્યારબાદ ગર્ભને મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે.

Shah Jina