ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા તિરુપતિ બાલાજી મંદિર વિશેની આ 7 વાતો તમને પણ ખબર નહિ હોય, જાણી રહી જશો હેરાન

શાહરુખ ખાન દીકરી સાથે પહોંચ્યો તિરુપતિ, મંદિરની આ 7 રહસ્યમય વાત..સુપરસ્ટાર્સ તો શું સામાન્ય માણસ પણ તેનાથી છે અજાણ

7 Secrets of Tirupati Temple : ભારતની અંદર ઘણા બધા એવા મંદિરો આવેલા છે જેમાં થતા ચમત્કાર અને પરચાઓ વિશે સામાન્ય માણસ તો શું મોટા વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા અને એટલે જ એ મંદિરોનું માહાત્મ્ય પણ ખુબ જ વધારે છે. ત્યારે આવું જ એક ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન મંદિર છે તિરુપતિ બાલાજીનું મંદિર જ્યાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે. તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. આ મંદિરમાં સામાન્ય માણસ સાથે સાથે સેલેબ્રિટીઓ પણ ખુબ જ શ્રદ્ધા છે. આ જ કારણ છે કે શાહરૂખ ખાન પણ તેની આગામી ફિલ્મ ‘જવાન’ માટે તેની પુત્રી અને અભિનેત્રી નયનથારા સાથે તિરુપતિ મંદિર પહોંચ્યો હતો.

આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ સ્થાપિત છે. જેને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. તિરુપતિ બાલાજીના એવા 7 રહસ્યો છે જે જાણીને અભિભૂત થઈ જશો કે અહીંના તમામ રહસ્યોના જવાબ વૈજ્ઞાનિકો પાસે પણ નથી. મૂર્તિ પરના વાળ વાસ્તવિક છે, ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પરના વાળ ક્યારેય ગુંચવાતા નથી. તે હંમેશા નરમ હોય છે, આવું કેમ થાય છે? આનો જવાબ વૈજ્ઞાનિકો પાસે પણ નથી. તો ચાલો જાણીએ આ મંદિર વિશેના 7 રહસ્યો

1. હજારો વર્ષોથી તેલ/ઘી વગર જ સળગે છે દીવો :

મંદિરના ગર્ભગૃહમાં એક દીવો બળે છે, તમને જાણીને નવાઈ લાગશે કે આ દીવો હજારો વર્ષોથી આમ જ બળે છે, તે પણ તેલ કે ઘી વગર. આ વાત ખૂબ જ આશ્ચર્યજનક છે, આવું કેમ થાય છે તેનો જબ આજ સુધી કોઈ પાસે નથી.

2. મૂર્તિમાં થાય છે પરસેવો :

મંદિરમાં મૂર્તિને પરસેવો થાય છે, મંદિરના ગર્ભગૃહને ઠંડુ રાખવામાં આવે છે પરંતુ તેમ છતાં મૂર્તિનું તાપમાન 110 ફેરનહીટ રહે છે. જે ખૂબ જ રહસ્યમય બાબત છે અને તેનાથી પણ વધુ રહસ્યમય બાબત એ છે કે ભગવાનની મૂર્તિને પરસેવો પણ થાય છે. જેને પૂજારીઓ સમયાંતરે સાફ કરતા રહે છે.

3 : ભગવાનની મૂર્તિમાંથી સમુદ્રના મોજાઓનો અવાજ :

એવું કહેવાય છે કે ભગવાન વેંકટેશ્વરની પ્રતિમા પર જો તમે કાન સરવા કરીને સાંભળો તો ભગવાન વેંકટેશ્વરની મૂર્તિમાંથી સમુદ્રની લહેરોનો અવાજ આવે છે, આ પણ બહુ વિચિત્ર વાત છે. આજ સુધી કોઈ નથી જાણી શક્યું કે આ અવાજ ક્યાંથી આવે છે.

4. અલગ અલગ સ્થાન પર દેખાય છે પ્રતિમા :

આજ સુધી એ સાબિત નથી થયું કે પ્રતિમા મધ્યમાં છે કે જમણી બાજુ? જ્યારે તમે ગર્ભગૃહની બહારથી મૂર્તિને જોશો, ત્યારે તમને જમણી બાજુની મૂર્તિ દેખાશે અને જ્યારે તમે ગર્ભગૃહની અંદરથી મૂર્તિને જોશો, ત્યારે તમને મૂર્તિ મધ્યમાં દેખાશે.

5. પરચાઇ કપૂરની પણ અસર નહીં :

તિરુપતિ બાલાજી મંદિરની મૂર્તિ પર પણ પરચાઈ કપૂર લગાવવામાં આવે છે, પરંતુ તેમ છતાં મૂર્તિ પર કોઈ અસર થતી નથી. જ્યારે પરચાઈ કપૂર એક એવું કપૂર છે જે કોઈપણ પથ્થર પર લગાવવામાં આવે તો તે થોડા જ સમયમાં પથ્થર ઓગળવા લાગે છે.

6. 23 કિમિ દૂરથી આવે છે ફૂલ :

તિરુપતિ બાલાજી મંદિરમાં મંદિરથી લગભગ 23 કિલોમીટર દૂર આવેલા ગામમાંથી ભગવાન માટે ફૂલ, ફળ, ઘી વગેરે લાવવામાં આવે છે, ખાસ વાત એ છે કે આ ગામમાં કોઈ પણ બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે, આજે પણ આ ગામના લોકો ખૂબ જ જૂની જીવનશૈલીને અનુસરે છે.

7. સ્ત્રી પુરુષ બનેના વસ્ત્ર પહેરે છે બાલાજી :

એવું કહેવાય છે કે ભગવાનના આ રૂપમાં માતા લક્ષ્મી પણ સમાયેલા છે અને આ જ કારણ છે કે બાલાજીને સ્ત્રી અને પુરુષ બંનેના વસ્ત્રો પહેરાવવામાં આવે છે. બાલાજીને રોજ નીચે ધોતી અને ઉપર સાડીમાં સજાવવામાં આવે છે.

Niraj Patel