હોટલમાં તમારી પ્રેમિકા કે કોઈ યુવતી સાથે રંગીન સપનાઓ પુરા કરવા જતા પહેલા જાણી લેજો કાયદાના આ જરૂરી નિયમો, ખુબ જ કામની વાત

હોટલમાં કોઈ યુવતી સાથે એન્જોય કરતા ઝડપાઇ જાવ એ પહેલા જોઈ લો આ નિયમો, નહિ તો ઈજ્જતના થશે ધજાગરા

ઘણી ફિલ્મોમાં અને સંચાર પત્રોમાં આપણે જોયું હશે કે કોઈ કપલ હોટલમાં સમય પસાર કરી રહ્યું હોય ત્યારે જ તેમને પોલીસ પકડે છે અને તેમની પાસેથી મોટી રકમ પણ વસુલતી હોય છે અને સાથે જ ઇજ્જતના ધજાગરા પણ ઉડતા હોય છે. મોટાભાગે પકડાયેલા યુગલ લગ્ન કરેલા નથી હોતા જેના કારણે સમાજમાં ઈજ્જત ના જાય એ માટે તે મોં માંગ્યા રૂપિયા પણ ચુકવતા હોય છે, ત્યારે આ બાબતે પણ કેટલાક કાયદાકીય નિયમો છે, જે તમારે જાણી લેવા જોઈએ. જેના કારણે આવી પરિસ્થિતિમાં તમને મુશ્કેલીમાં મુકાવવાનો વારો ના આવે.

જાહેર જગ્યામાં તમારા પાર્ટનર સાથે બેસવાનો શું છે નિયમ ?

જો તમે અપરિણીત છો અને લોકો તમને પાર્કમાં કે કોઈપણ સાર્વજનિક સ્થળે બેસવા દેતા નથી, તો તમારે ડરવાની જરૂર નથી, કારણ કે કોઈ કાયદો તમને તમારા પાર્ટનર સાથે બેસવાની મનાઈ નથી કરતો. જો કે, આઈપીસીની કલમ 294 જણાવે છે કે જો કોઈ પણ “અશ્લીલ કૃત્ય” જાહેરમાં કરવામાં આવે તો તમને 3 મહિનાની જેલની સજા થઈ શકે છે. પરંતુ જો તમે કોઈ જગ્યાએ સાથે ફરતા હોવ અથવા સાથે બેઠા હોવ તો પોલીસ તમારી ધરપકડ કરી શકતી નથી.

શું લગ્ન કર્યા વગર તમારા પાર્ટનર સાથે હોટલમાં રોકાઈ શકો છો?

ઘણીવાર એવું બને છે કે જ્યારે કોઈ અપરિણીત યુગલ ભારતમાં કોઈ હોટલના રૂમમાં જાય છે ત્યારે તેમને શંકાની નજરે જોવામાં આવે છે અને ઘણી હોટલો તેમને રૂમ પણ આપતી નથી. પરંતુ જો તમે સિંગલ હોવ તો પણ તમે કોઈપણ હોટેલમાં સાથે રહેવા માટે સ્વતંત્ર છો. બસ તમારે તમારા ઓળખકાર્ડ હોટલમાં આપવા પડશે. એવો કોઈ કાયદો નથી કે જે તમને પ્રતિબંધિત કરે.

શું તમે લગ્ન કર્યા વગર તમારા પાર્ટનર સાથે કોઈ એપાર્ટમેન્ટ ખરીદી કે ભાડે લઇ શકો છો ?
જ્યારે તમે અપરિણીત છો અને પોતાના માટે એપાર્ટમેન્ટ ખરીદો છો અથવા ભાડે લેવા ઈચ્છો છો, ત્યારે ઘણી વખત લોકો તમને તેમ કરવા દેતા નથી. પરંતુ અમે તમને જણાવી દઈએ કે એવો કોઈ કાયદો નથી કે જે અપરિણીત યુગલોને કોઈ સ્થાન લેવાની મંજૂરી ન આપે. બસ તમારી પાસે યોગ્ય પુરાવા હોવા જોઈએ.

લગ્ન વગર સાથે રહેલા કપલને પોલીસ પકડે તો શું કરવું ?
જો તમે કોઈ હોટલમાં રોકાયા છો અથવા કોઈ ભાડાના ઘરમાં લગ્ન વગર તમારા પાર્ટનર સાથે રહેતા હોય અને જો તમે માન્ય ID ધરાવતા પુખ્ત વયના છો, તો કોઈ પોલીસ અધિકારી લગ્ન પહેલા કોઈ અન્ય વ્યક્તિ સાથે રહેવા બદલ તમારી ધરપકડ કરી શકશે નહીં.

જો તમે સ્ત્રી છો અને લિવ-ઇનમાં રહો છો તો આ કાયદો છે ખુબ જ કામનો !
જો તમે એક સ્ત્રી છો અને તમારા પાર્ટનર સાથે લિવ ઈનમાં રહો છો અને તમારો પાર્ટનર તમારી સાથે ગેરવર્તન કરે, તો ઘરેલું હિંસા અધિનિયમ, 2005 મુજબ સુરક્ષા મેળવવાનો તમારો અધિકાર છે.

લિવ ઈનમાં રહેવાથી જો બાળક થયું તો શું કરવું ?
જો તમે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હોવ અને આ દરમિયાન કોઈ મહિલા બાળકને જન્મ આપે તો સામાન્ય રીતે લોકો તેને ખરાબ નજરથી જુએ છે અને તેને ગેરકાયદેસર કહે છે. પરંતુ એવિડન્સ એક્ટની કલમ 114 મુજબ, જો તમે વર્ષોથી લિવ-ઇન રિલેશનમાં રહેતા હોય તો તે દરમિયાન જન્મેલા બાળકને ગેરકાયદેસર કહેવાશે નહીં.

શું કોઈ સાથે સંબંધો બાંધવા ગેરકાયદેસર છે ?
જો તમે કોઈ ખાનગી જગ્યાએ રોકાયા છો અને સંબંધો બાંધી રહ્યા છો. ત્યારે પોલીસ તમને પકડી કે હેરાન કરી શકશે નહિ. પોલીસ અપરિણીત યુગલોને ખાનગી જગ્યાએ સહમતિથી સંબંધ બાંધવા માટે હેરાન કરી શકે નહીં. ભારતનું બંધારણ કલમ 21 હેઠળ દરેકને ગોપનીયતાનો અધિકાર આપે છે.

Niraj Patel