65 વર્ષના વૃદ્ધને થઇ લગ્નની એવી થઇ ઈચ્છા કે બની ગયો વરરાજા, પછી જુઓ કોણ બની તેની દુલ્હન

લગ્ન કરવા કોને ના ગમે ? પરંતુ  લગ્ન કરવા  માટે આપણા દેશની અંદર ઉંમર પણ જોવામાં આવે છે, કેટલાક અપવાદ રૂપ કિસ્સાઓમાં મોટી ઉમંરમાં પણ ઘણા લોકો લગ્નના બંધનમાં બંધાતા હોવા મળે છે ત્યારે હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 65 વર્ષના વૃદ્ધને અચાનક લગ્ન કરવાની ઈચ્છા જન્મી ઉઠી.

આ મામલો સામે આવ્યો છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના સંસદીય ક્ષેત્ર અમેઠીથી. જેમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. આ લગ્નની અંદર જે લોકો જાનૈયાઓ હતા એજ લોકો કન્યા પક્ષ તરફથી પણ હતા. તે છતાં પણ લગ્ન થયા અને ખાસ વાત તો એ હતી કે આ લગ્નની અંદર નીચેની ત્રણ પેઢીઓ પણ સામેલ થઇ.

એક વ્યક્તિના લગ્નની અંદર તેનો દીકરો, વહુ અને પૌત્ર, પૌત્રી પણ સામેલ થયા. આ ખુબ જ અનોખો મામલો છે જે જામો પોલીસ સ્ટેશન વિસ્તારના ખુટહના ગામમાંથી સામે આવ્યો છે.  જ્યાં એક 65 વર્ષીય વૃદ્ધને લગ્નની ઈચ્છા એ રીતે લાગી કે તેને પોતાના પરિવાર સાથે જ પોતાના લગ્ન કરવા પડ્યા.

આ લગ્નની અંદર માત્ર વૃદ્ધ જ નહિ તેના પરિવારજનોએ પણ આ લગ્ન કરવામાં તેનો સાથ આપ્યો. બહુ જ ધૂમધામથી ઘરને સજાવવામાં આવ્યું. લાઈટ લાગી, મહિલાઓ ભેગી થઇ. મંગળ ગીતો ગાવામાં આવ્યા અને પોતાની જ 60 વર્ષીય પત્ની મોહના સાથે આ 65 વર્ષના વૃદ્ધ મોતીલાલે લગ્ન કર્યા.

આ વિશે જયારે ગામલોકોને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તે છેલ્લા 40 વર્ષથી લગ્ન કર્યા વગર એકબીજાની સાથે રહે છે. અમે એમ કરતા જ સમય વીતતો ગયો અને તેમના પણ બાળકો થતા ગયા અને બાળકોના પણ બાળકો થયા. પછી તેમને સમાજ અને હિન્દૂ રીતિ રિવાજોનું ધ્યાન થયું કે વગર લગ્નએ તે પરલોક નહિ સિધાવી શકે.

તેમને થયું કે જો તેમને પિંડદાન નહિ મળે તો ક્યાંકને ક્યાંક સામાજિક અને ધાર્મિક બંધનો અને ડરના કારણે વૃદ્ધ દ્વારા પોતાના લગ્ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેના બાદ હિન્દૂ રીતિ રિવાજો સાથે વૈદિક ઢંગથી 20 જૂન 2021ના રોજ વૃદ્ધ દંપતીના લગ્નનો પ્રસંગ સંપન્ન થયો. વૃદ્ધ દંપતિના લગ્નની અંદર તેમના ચાર દીકરા વહુઓ અને પૌત્ર પૌત્રીઓ પણ સામેલ હતા.ए.

Niraj Patel