અરવલ્લીમાં હાર્ટ એટેકથી બે દિવસમાં જ 6ના મોત, આખા જિલ્લામાં ફેલાયો શોક

આપણા રાજ્યમાં બે જ દિવસમાં હાર્ટએકેટથી 6 લોકોના મોત થયા, તમારે બચવું હોય તો જુઓ વીડિયો

ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને લોકો વચ્ચે પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ જિલ્લામાં ત્રણ લોકોના અને ગુરુવારના રોજ એક મહિલા સહિત 3 લોકોના મોત થયા બાદ ચકચારી મચી ગઇ છે.

એટલે કે બે દિવસમાં જ 6 લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. વૃદ્ધો અને આધેડ સાથે સાથે યુવાનોના પણ હાર્ટ એટેકથી મોત થઇ રહ્યા છે, તેમ છતા પણ તંત્ર આંખ આડા કાન કરીને બેસી રહ્યું છે. ગુરુવારના રોજ માલપુરના 58 વર્ષીય ધિમંતભાઇ ત્રિવેદી, 50 વર્ષીય નયનાબેન પંડ્યા અને સાઠંબાના 62 વર્ષીય પ્રવીણભાઇ દરજીનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

ત્રણેય પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ધિમંત ત્રિવેદીના મોત બાદ દીકરો ન હોવાથી પરિવારની તમામ જવાબદારી હવે દીકરી પર આવી ગઇ છે, પુત્રીએ જ પિતાને મુખાગ્નિ આપી હતી.

Shah Jina