આ 6 ફળોનું સેવન કરવાથી આ 6 બીમારીઓ થાય છે દૂર, હોસ્પિટલમાં લાખો રૂપિયાના બિલ ન ભાવ હોય તો જરૂર જોજો

માત્ર ખોરાક ખાવાથી શરીરને યોગ્ય પોષણ નથી મળતું એવામાં તાજા ફળો ખાવા શરીરને જરૂરી એવા પોષકતત્વોની પુર્તિ કરે છે. એવામાં અમુક ખાસ ફળોનું સેવન કરવું શરીર માટે ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે.જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે શરીરની તમામ બીમારીઓને પણ દૂર કરે છે. આવો તો જાણીએ આ શક્તિશાળી ફળ વિશે.

1.સંતરા: ખાટા ફળોમાં સંતરા સૌથી વધારે સરકારક માનવામાં આવે છે.સંતરા વિટામિન સી અને મિનરલ્સનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. જે શરીરને હાઈડ્રેટ રાખે છે અને સાથે સાથે ઈમ્યુનિટીને પણ બુસ્ટ કરે છે. રોજ બે થી ત્રણ સંતરા ખાવાથી પાચનતંત્રમાં પણ સુધાર આવે છે. સંતરા કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછું કરે છે અને પથરીને રોકવામાં પણ મદદ કરે છે.

2. બેરીઝ: બેરીઝ જેવી કે સ્ટ્રોબેરી,બ્લૂબેરી, રાસબરીમાં એવા પોષક તત્વો મળી આવે છે જે શરીર માટે ખુબ જ જરૂરી છે. જેમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન સી, વિટામિન કે અને મેન્ગેનીઝ મળી આવે છે. અન્ય ફળોની તુલનામાં બેરીઝમાં એન્ટીઓક્સીડેન્ટ વધુ માત્રામાં હોય છે જે હૃદય રોગ, ડાયાબિટીસ, અલ્જાઇમર જેવા રોગોને દૂર કરે છે. આ સિવાય બેરીઝ ખાવાથી યાદશક્તિમાં પણ વધારો થાય છે.

3. કેરી: કેરીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે.કેરી વિટામિન ઈ નો પણ મોટો સ્ત્રોત માનવામાં આવે છે અને તેમાં ફાઇબરની માત્રા પણ વધુ માત્રામાં હોય છે જેને લીધે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને વજન પણ કન્ટ્રોલમાં રહેશે. તેના સિવાય કેરી એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે બીમારીઓના ખતરાથી બચાવે છે.

4. તરબૂચ: તરબૂચમાં વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે, જેમાં લાયકોપેન, કેરોટીનોયડ, એન્ટીઓક્સીડેન્ટ જેવા ગુણ રહેલા છે જે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે. લાયકોપેન હૃદયને સ્વસ્થ રાખે છે અને વધેલા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.તરબૂચ ખાવાથી શરીરમાંથી પાણીની કમી પણ દૂર થઇ જાય છે.

5.કીવી: કીવીમાં વિટામિન સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. કીવીમાં રહેલા તત્વોથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.કીવી પોટેશિયમનો પણ ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે.

6. પપૈયા: પપૈયા વિટામિન સી, એ, પોટેશિયમ અને ફોલેટથી ભરપૂર હેલ્દી ફ્રૂટ માનવામાં આવે છે.જેમાં એન્ટીકેન્સર અને એન્ટીઓક્સીડેન્ટ જેવા તત્વો પણ મળી આવે છે. અન્ય ફળોની તુલનામાં પપૈયા દ્વારા લાયકોપેન વધુ માત્રામાં મળે છે. પપૈયા પાચનક્રિયામાં સુધાર લાવે છે અને સાથે જ તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Krishna Patel