લોકડાઉનમાં લગ્ન, 500 લોકો લગ્નમાં જોડાયા, પછી પોલીસ આવી ગઈ એક્શનમાં, જપ્ત કર્યો, ડીજે, કેટરિંગ અને ટેન્ટનો સમાન, લોકો ઉભી પુછડીએ ભાગ્યા

કોરોનાનું સંક્ર્મણ આખા દેશમાં વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા કાર્યક્રમ અને લગ્નોમાં માત્ર 50 લોકોને હાજરી આપવામાં આવી રહી છે, આવા સમયમાં પણ ઘણા લોકો પોલીસ પ્રસાશનને જાણ ના થાય એ રીતે લગ્નમાં વધુ માણસો ભેગા કરે છે.

આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લામાં આવેલા કુરથરા ગામની અંદર જોવા મળ્યો. જ્યાં એક લગ્નની અંદર 500 લોકો ભેગા થયા હતા. ત્યારે પોલીસ પણ હરકતમાં આવતા ડીજે, કેટરિંગ અને ટેન્ટનો સમાન જપ્ત કર્યો હતો અને લોકો પણ લગ્ન માણવાના બદલે ભાગવા લાગ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આઇટીબીપીના જવાન બૃજભાન સિંહ જાટવના બહેનના લગ્ન હતા. આ લગ્નની અંદર 500 લોકો ભેગા થવાની ખબર મળી હતી. ખબર મળતા જ પોલીસ અને પ્રસાશન રતારે 10 વાગે સ્થળ ઉપર પહોંચ્યા. પોલીસ વરઘોડો નીકળતા પહેલા જ ટેન્ટ, ડીજે અને કેટરિંગનો સમાન જપ્ત કરી લીધો હતો.

પોલીસે બેન્ડ વાજા વાળની દુકાન પણ સીલ કરી દીધી હતી. ત્યારે પોલીસ આ બાબતે આયોજનકર્તાઓ વિરુદ્ધ મામલો દાખલ કરી લીધો અને આયોજકો ઉપર ધારા 144 તોડવા અને ભીડ ભેગી કરવાનો આરોપ દાખલ કરી લીધો. તો બીજી તરફ પોલીસ કર્યવાહીની સૂચના મળતા જ વરરાજા પક્ષના લોકોએ વરઘોડો નીકળતા પહેલા જ કાર્યક્રમ રોકી દીધો.

કાર્યક્રમ બંધ થઇ ગયા બાદ પોલીસ અધિકારીઓ દ્વારા લોકોની પુછપરછ પણ કરવામાં આવી અને એક કલાક બાદ ત્યાંથી ચાલ્યા ગયા. જો કે તેના બાદ 50 લોકોની હાજરીમાં વર કન્યાના ફેરા પણ ફરાવવામાં આવ્યા.

તમને જણાવી દઈએ કે ભીંડની અંદર ઘરેથી લગ્ન કરવા ઉપર 50 લોકો અને ગાર્ડનમાં જો લગ્ન કરવામાં આવે તો 100 લોકોને પરવાનગી આપવામાં આવી છે.

Niraj Patel