બનાસકાંઠામાં એક હૃદય કંપાવી દેનારી ઘટના, એક માતાએ પોતાના ત્રણ ત્રણ બાળકો અને પ્રેમી સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને કરી લીધો આપઘાત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણાં લોકો માનસિક રીતે કમજોર થઈને આપઘાત કરી લેતા હોય છે. તો ઘણા લોકો પારિવારિક સમસ્યાને લઈને પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના હાલ બનાસકાંઠામાંથી સામે આવી છે, જ્યાં એક મહિલાએ તેના ત્રણ બાળકો અને પ્રેમી સાથે આપઘાત કરી લીધો.

આ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે બનાસકાંઠાના થરાદમાં આવેલા સણઘરમાંથી. જ્યાંથી પસાર થતી નર્મદા નહેરમાં એક મહિલાએ તેના ત્રણ બાળકો અને પ્રેમી સાથે આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેનાલમાંથી ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જયારે મહિલા અને તેના પ્રેમીના મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર પોતાના બાળકો સાથે કેનાલમાં ઝમ્પલાવનાર મહિલા મૂળ વાવ તાલુકાનાના દેથળી ગામની વતની હતી. તેની સાથે જે યુવાને પણ કેનાલમાં ઝંપલાવ્યું હતું તે તેનો પ્રેમી હોવાની ચર્ચા ચાલી રહી છે. તો આ ઘટનાને પગલે કેનાલ ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને પાંચેયની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી.

કેનાલમાં પડેલા આ પાંચેય લોકોને શોધવા માટે તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. જેમાં ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા, જયારે મહિલા અને યુવકનો હજુ સુધી કોઈ પત્તો નથી લાગ્યો. પોલીસ પણ આ મામલે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમ્હીલા ગૃહકંકાસના કારણે આવી આત્મઘાતી પગલું ભર્યું છે.

પોલીસને ઘટના સ્થળેથી એક મોબાઈલ પણ મળી આવ્યો છે. થરાદ પાલિકાના તરવૈયા સુલતાન મીરે બે કલાકની શોધખોળ બાદ બાળકોના મૃતદેહ શોધ્યા હતા. કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જયારે યુવક અને મહિલાની શોધ હજુ ચાલી રહી છે. પોલીસ પણ આ લોકોએ સામુહિક આપઘાત કેમ કર્યો તે અંગે તપાસ કરી રહી છે.

Niraj Patel