અલ્લૂ અર્જુનની “પુષ્પા” રહી હતી સુપર ડુપર હિટ, પરંતુ શું તમે નોટિસ કરી આ 5 ભૂલો ? જોઇને માથુ પકડી લેશો

આ સુપરહિટ ફિલ્મે છાપરા ફાડ કરોડો કમાણી કરી પણ એવી એવી ભૂલો પકડાઈ કે માથું પીટશો

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ “પુષ્પા ધ રાઇઝ” સુપરહિટ રહી હતી. મલયાલમ, કન્નડ, તેલુગુ, તમિલ અને હિન્દી પાંચેય ભાષાઓમાં આ ફિલ્મ હિટ સાબિત થઈ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુનની ડાયલોગ્સ બોલવાની સ્ટાઈલ અને ફાઈટીંગ સીન દર્શકોને ખૂબ જ પસંદ છે. હિન્દી બેલ્ટના દર્શકો પણ આ ફિલ્મને ખૂબ એન્જોય કરી રહ્યા છે.

1.પુષ્પાની સૌથી મોટી ભૂલ એ સીનમાં છે જ્યાં પુષ્પા લાલ ચંદનની લાકડીઓ પાણીમાં ફેંકી દે છે. આખી વાર્તા આના પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં લાલ ચંદનની કિંમત કરોડો રૂપિયા છે. ભારતના લાલ ચંદનની માંગ ચીનમાં સૌથી વધુ છે. લાલ ચંદન એક એવું લાકડું છે જેનો નાનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે. તેની ગુણવત્તાને પણ એ જ રીતે ઓળખવામાં આવે છે પરંતુ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે તે નદીમાં તરે છે. ફિલ્મમાં બતાવેલ લાલ ચંદન ફાઈબર અને ફોમથી બનેલું હોવું જોઈએ, તો તે જ તરવા લાગ્યુ હોય.

2.ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે પુષ્પાનો ખાસ મિત્ર કેશવ પહેલા વેનનો દરવાજો ખોલી શકતો નથી અને પછીના જ સીનમાં તે નવી મારુતિ વાન ચલાવે છે, હવે જરા વિચારો કે જેને વેનનો દરવાજો કેવી રીતે ખોલવો એ ખબર ન હતી તે કેવી રીતે વેન ચલાવી શકે.

3.જ્યારે પુષ્પા શ્રીનુના સાળા મોગલીસને પાણીમાં મારી નાખે છે, ત્યારે તે પણ પાણીમાં મોટરસાઇકલ ચલાવે છે જ્યારે નદીમાં મોટા પથ્થરો હોય છે. કદાચ સલમાન ખાનની જેમ અલ્લુ અર્જુને પણ એક્શનની પ્રક્રિયામાં વિજ્ઞાનને ઉડાડી દીધું.

4.હવે એ સીન યાદ કરો જેમાં પુષ્પા પોલીસથી બચતી વખતે ટ્રકને ખાડામાં નાખી દે છે. પુષ્પાએ જે ખાડામાં ટ્રક ફેંકી તે રોડની બાજુમાં છે, તો શું પોલીસને રોડની બાજુમાં આટલો મોટો ખાડો ન દેખાયો. ચલો માની લઈએ કે પોલીસને ખાડો દેખાયો નહિ હોય, પરંતુ તે રસ્તો કાચો હતો અને કાચાં રસ્તા પર ટ્રકના ટાયરના નિશાન પણ ન હોય એવું કેવી રીતે બને. એવું બની શકે કે પુષ્પાને પકડનાર પોલીસનું મગજ ઓછું ચાલ્યુ હોય.

5.ફિલ્મના એક સીનમાં પુષ્પાને ટ્રકના બોનેટ પર બતાવવામાં આવ્યો છે. આ સીનમાં ટ્રક આગળ વધી રહી છે, પરંતુ જ્યારે ટ્રકની અંદર કોઈ ડ્રાઈવર નથી, ત્યારે ટ્રક કેવી રીતે આગળ વધી રહી છે ભાઈ… હવે તમે વિચારો, જોતી વખતે તમે ખૂબ તાળીઓ પાડી હશે, પરંતુ શું તમે આ તર્ક પર પણ ધ્યાન આપ્યું.

Shah Jina