ખબર

અરરરર કોરોનાએ ગુજરાતમાં સ્પીડ પકડી, 24 કલાકમાં 500 નજીક આંકડો…મોતનો આંક 1200ને પાર

સમગ્ર વિશ્વને ધ્રુજાવી દેનાર કોવીડ હવે ભારતમાં કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. એવામાં ગુજરાતમાં આજે પણ કોવિડનો આંક 500ને નજીક છે. છેલ્લા 24 કલાકમાં આપણા રાજ્યમાં કોવિડના પોઝિટિવનાં વધુ 498 નવાં કેસો નોંધાયા છે. અને સાથે 29 દર્દીના મોત નિપજ્યા છે. અને કુલ 313 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 19617 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1219 અને ડિસ્ચાર્જનો કુલ આંક 13324 થયો છે.

આજે નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 289 નોંધાયા છે. વડોદરામાં 34, ગાંધીનગરમાં 20, રાજકોટ 8, વલસાડ 7, મહેસાણા 6, પાટણ 6, સાબરકાંઠા-કચ્છ 5-5, બનાસકાંઠા-પંચમહાલ 4-4, ભરૂચ-છોટા ઉદેપુર 3-3, ભાવનગર-અરવલ્લી-ગીર -આણંદ-ખેડા-મનાથ-નવસારીમાં બે બે કેસ નોંધાયા હતા.

કોરોના વાયરસ સંક્રમણ અને સંકટના મામલે ભારતની પરિસ્થિતિ વધુને વધુ નાજુક બની રહી છે. શુક્રવારે, આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની સૂચિમાં (ટોપ -10) ભારતે ઇટાલીને પાછળ છોડી દીધું હતું. શુક્રવારે, ભારતમાં કુલ કોરોના વાયરસ સંક્રમણના કેસ 2 લાખ 35 હજાર સુધી પહોંચ્યા. એટલે કે ભારત હવે કોરોના વાયરસના સંક્રમણના મામલામાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે અને ઇટલી સાતમા નંબર પર આવી ગયું છે.

જો આપણે વિશ્વભરમાં કોરોના કેસના આંકડા વિશે વાત કરીએ, તો અત્યાર સુધીમાં કુલ 6,852,838 કેસ નોંધાયા છે. જયારે સાજા થનારા લોકોની સંખ્યા 3,352,331 છે. જ્યારે કોરોનાથી મૃત્યુઆંક 398,286 પર પહોંચી ગયો છે.

એક્ટિવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં આંકડો 5074 છે અને 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. ગુજરાતમાં ટોટલ 13224 ડિસ્ચાર્જ થયા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.