ખબર

BIG NEWS : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, આંકડા જાણીને કંપી ઉઠશો

છેલ્લા મહિનાથી કોરોના ભારતમાં ધીમે ધીમે પ્રસરી રહ્યો ચેહ અને તેવામાં ગુજરાતમાં ૨૦૨૨ નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 7 મહિના પછી ફર્સ્ટ ટાઈમ 1200થી વધુ ક્રોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 1290 કેસ નોઁધાયા છે.

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં સતત કેસો વધી રહ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે અમદાવાદમાં વધુ 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં બોડકદેવ અને સૈજપુરનો સમાવેશ કરાયો છે. આ સાથે અમદાવાદ શહેરની વિવિધ 21 સોસાયટીઓને પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે અને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 86 પર પહોંચી છે.

તમને જણાવી દઈએ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 37,379 કેસ નોંધાયા છે, જ્યારે 11,007 દર્દીઓ થયા સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાને કારણે 124 લોકોનો મોત થયા. દેશમાં અત્યારસુધી 3 કરોડ 49 લાખ 60 હજાર 261 કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો આંકડો 1 લાખ 71 હજાર 830 પર પહોંચ્યો છે અને દેશમાં સ્વસ્થ કેસોની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઇ છે.