દુઃખદ: ઑસ્ટ્રેલિયાના આઇલેન્ડમાં રજા મનાવવા ગયેલ 4 ભારતીયોનું થયું મોત

વિદેશમાંથી ઘણીવાર ગુજરાતીઓ અને ભારતીયોના મોતની ખબર સામે આવતી રહે છે, ત્યારે હાલમાં વધુ એક ખબર સામે આવી છે જેમાં 4 ભારતીયોની ડૂબી જવાથી મોત થયા છે. ઓસ્ટ્રેલિયાના ફિલિપ આઇલેન્ડ પર 24 જાન્યુઆરી બુધવારના રોજ ચાર ભારતીયોનું ડૂબી જવાને કારણે મોત થયુ. એક લોકલ મીડિયા અનુસાર, ચારેય એક જ પરિવારના હતા. મૃતકોમાં ત્રણ લોકોની ઉંમર 20 વર્ષની આસપાસ જ્યારે એક મહિલાની ઉંમર 40 વર્ષની આસપાસ હોવાનું કહેવાઇ રહ્યુ છે.

Source

પ્રાપ્ત માહિતી અનુસાર, ચારેય વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ બીચ પર રજાઓ ગાળવા આવ્યા હતા. એમ્બેસીએ કહ્યું, “ઓસ્ટ્રેલિયામાં એક હ્રદયસ્પર્શી ઘટના: વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ પર ડૂબી જવાથી 4 ભારતીયોના મોત થયા છે. મૃતકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. @cgimelbourne ટીમ મૃતકના મિત્રોના સંપર્કમાં છે અને તેમને દરેક શક્ય રીતે મદદ કરી રહી છે.”

Source

જણાવી દઇએ કે, આ ઘટના 24 જાન્યુઆરી બુધવારે બની હતી. પોલીસે જણાવ્યું કે- લગભગ 3.30 વાગ્યા આસપાસ ફિલિપ આઇલેન્ડ પર કેટલાકના ડૂબવાની માહિતી મળી હતી. જે બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણ મહિલાઓ અને એક યુવકને પાણીમાંથી બહાર કાઢ્યા. આ પછી તેમને CPR આપીને ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. મૃતકોમાં બે મહિલા અને એક યુવકની ઉંમર 20 વર્ષની આસપાસ જ્યારે એક મહિલા 40 વર્ષની હતી.

Source

આ બધા એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ત્રણ લોકોના તો ઘટનાસ્થળે જ મોત થયા હતા, જો કે એક મહિલા કે જે બેભાન હતી તેને એરલિફ્ટ કરી મેલબોર્નની આલ્ફ્રેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેનું પણ સારવાર દરમિયાન મોત થઇ ગયુ. ચાર મૃતકોમાંથી ત્રણ ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, જ્યારે 40 વર્ષીય મહિલા રજાઓ ગાળવા ઓસ્ટ્રેલિયા આવી હતી.

Shah Jina