લગ્ન બાદ અફેરનો હિસ્સો રહ્યા છે આ દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સ ! પછી 3ના થઇ ગયા છૂટાછેડા

ભારતના ખૂણે ખૂણે જાણીતા આ દિગ્ગજ ક્રિકેટરોએ લગ્ન પછી કર્યાં લફરા, 3 ખેલાડીઓના થયા છૂટાછેડા

જ્યારે પણ ક્રિકેટની દુનિયાના સૌથી મોટા સ્ટાર્સની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં ભારતીય ક્રિકેટર્સનું નામ ચોક્કસથી લેવામાં આવે છે. જ્યાં ભારતીય ક્રિકેટરોએ મેદાન પર રનોના ઢગલા કર્યા હતા, ત્યાં તેઓ મેદાનની બહાર પણ ઘણી વખત ચર્ચાનો વિષય રહ્યા હતા. આ દરમિયાન ઘણા કારણો સારા હતા તો ઘણા ખરાબ કારણો પણ હતા. ભારતીય ક્રિકેટરો અને બોલિવૂડ વચ્ચેનું કનેક્શન પણ ઘણું જૂનું છે, તો કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેમનું જીવન કોઈ ફિલ્મની વાર્તાથી ઓછું નથી.

આજે અમે તમને એવા જ કેટલાક ભારતીય ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે મેદાન પર એક અલગ જ સ્થાન બનાવ્યું, તો બીજી તરફ તેઓ મેદાનની બહાર પણ પોતાના અંગત જીવનના કારણે ચર્ચાનો વિષય બન્યા. અમે તમને ભારતીય ક્રિકેટના 4 સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમનું લગ્ન પછી અફેર હતું અને પહેલી પત્નીને છૂટાછેડા પણ આપી દીધા હતા. આમાંથી એક ખેલાડી વર્તમાન ક્રિકેટમાં પણ સક્રિય છે.

1.મોહમ્મદ શમી : ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ આ લિસ્ટમાં સામેલ છે, જેનો મામલો હજુ પણ વિવાદિત છે. મોહમ્મદ શમીએ 6 જૂન, 2014ના રોજ કોલકાતા સ્થિત મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા, જે થોડા સમય પહેલા KKR માટે ચીયર લીડર તરીકે કામ કરતી હતી. બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા અને એક વર્ષ પછી જ માતા-પિતા બન્યા. જો કે, તેમના અંગત જીવનમાં તોફાન ત્યારે આવ્યું જ્યારે હસીન જહાંએ 2018માં મોહમ્મદ શમી અને તેના પરિવાર પર ઘરેલુ હિંસા, ગેરકાયદેસર સંબંધો અને દહેજ ઉત્પીડન જેવા કેસો કર્યા. આ મામલો હજુ ન્યાયિક તપાસ હેઠળ છે અને હસીન જહાંના આરોપોમાં કેટલું સત્ય છે તે કહી શકાય નહીં.

2.મોહમ્મદ અઝહરુદ્દીન : આ યાદીમાં હૈદરાબાદના દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ પણ સામેલ છે, જેમણે ભારત માટે 99 ટેસ્ટ મેચ રમી છે. અહઝરુદ્દીનના જીવન પર બનેલી ફિલ્મ રીલિઝ થયા પછી, દરેકને તેના અંગત જીવન અને તેના બે લગ્નો વિશે ખબર પડી ગઈ છે, કેવી રીતે તેનું બોલિવૂડ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે અફેર હતું. તેમને પહેલાથી જ પત્ની અને બે પુત્રો હતા. મોહમ્મદ અઝહરુદ્દીને પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને બાદમાં મેચ ફિક્સિંગના આરોપોમાં નામ આવ્યા બાદ તેની કારકિર્દીનો અંત આવ્યો હતો. બાદમાં તેણે તેની બીજી પત્ની સાથે પણ છૂટાછેડા લીધા હતા.

3.જવાગલ શ્રીનાથ : આ યાદીમાં ત્રીજું નામ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ઝડપી બોલર જવાગલ શ્રીનાથનું છે, જેણે ભારત માટે 236 ટેસ્ટ અને 315 ODI વિકેટ લીધી હતી. જવાગલ શ્રીનાથ હાલમાં મેચ રેફરી તરીકે સક્રિય છે પરંતુ તેની કારકિર્દી દરમિયાન તે લગ્ન પછી પ્રેમના ક્ષેત્રમાં ખૂબ સક્રિય હતા. જવાગલ શ્રીનાથે તેમના પ્રથમ લગ્ન જ્યોત્સના સાથે કર્યા હતા, પરંતુ લગ્ન પછી જ્યારે તેમની કારકિર્દીનો ગ્રાફ વધ્યો ત્યારે તેમનું દિલ પત્રકાર માધવી પતરાવલી પર આવ્યુ. માધવી સાથેના પ્રેમ પ્રકરણમાં શ્રીનાથે તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપીને વર્ષ 2008માં બીજી વખત લગ્ન કર્યા હતા.

4.વિનોદ કાંબલી : આ યાદીમાં વિનોદ કાંબલીનું નામ પણ સામેલ છે, જે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને માસ્ટર બાલસ્ટર સચિન તેંડુલકરના બાળપણના મિત્ર હતા, જેમણે 1998માં બાળપણની પ્રેમિકા નોએલા લુઈસ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. જો કે, કાંબલીને પાછળથી ભૂતપૂર્વ મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે અફેર હતું અને તેણે તેની સાથે લગ્ન પણ કર્યા હતા. કાંબલી વિશે એવું માનવામાં આવે છે કે તેની પાસે સચિન તેંડુલકર કરતાં વધુ પ્રતિભા હતી પરંતુ વિવાદોને કારણે તે તેની કારકિર્દીને ટ્રેક પર રાખવામાં નિષ્ફળ ગયો અને 2000 પછી વિસ્મૃતિના અંધકારમાં ખોવાઈ ગયો. કાંબલી ભારત માટે 104 વનડે અને 17 ટેસ્ટ મેચમાં જોવા મળ્યો હતો.

Shah Jina