જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 4 એપ્રિલ : રવિવારનો આ દિવસ 4 રાશિના જાતકો માટે બની જશે ખુબ ખાસ, મળશે ધન વૈભવ અને સુખ શાંતિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ જાતકો માટે વ્યાવસાયિક જીવન માટે આજનો દિવસ ખૂબ અનુકૂળ રહેશે. તમે તમારા કામમાં જ રહી શકશો, જેથી કોઈ પણ જાતની કમી ન રહે અને તમે આર્થિક દૃષ્ટિએ મજબુત જોવા મળશો. આજનો દિવસ પારિવારિક જીવનમાં ખુશીઓનો દિવસ પણ રહેશે. તમને તમારી માતા પ્રત્યે વિશેષ લગાવ લાગશે અને તમારી સ્થિતિ તેમની સાથે ખૂબ અનુકૂળ રહેશે. આજે સંપત્તિને લગતી કોઈપણ વાતચીત ઘરમાં થઈ શકે છે, જે તમને લાભ પણ આપી શકે છે. કારકિર્દી માટે દિવસ સારો છે. અંગત જીવન પણ સંતુષ્ટ રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોને આજના દિવસે વિદેશ જવાના કેટલાક સમાચાર મળી શકે છે. તમને કામને લઈને લાંબી મુસાફરી કરવાની તક મળી શકે છે. તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો કારણ કે ચેપી રોગો તમને પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્યની અવગણના કરવી તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ તમારા ખર્ચમાં પણ વધારો કરી શકે છે. સંપત્તિમાં રોકાણ કરવા માટેનો દિવસ અનુકૂળ છે. અંગત જીવન પ્રેમથી ભરેલું રહેશે, પરંતુ તમારા વિરોધીઓ સાથે સાવચેત રહો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકો માટે આજે ગ્રહો તમને ખાતરી આપવા માંગે છે કે માનસિક અસ્વસ્થતા કરતા મોટો રોગ નથી, તેથી તેનાથી દૂર રહો કારણ કે તે તમારા સ્વાસ્થ્ય અને આર્થિક પરિસ્થિતિને નકારાત્મકતાથી ભરી શકે છે અને તમે તમારું કામ નબળુ અનુભવી શકો છો જેના કારણે તમારું કામ થઇ રહ્યું છે તેમાં નુકસાન પહોંચાડી શકે છે. તમારા કાર્યમાં આત્મવિશ્વાસ રાખો જેથી તમે કાર્ય સારી રીતે કરી શકો. આજે સાસરિયામાં જવાની તક મળી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો છે. આજે તમને પ્રમોશન પણ મળી શકે છે અથવા તમે ધંધામાં સારો લાભ પ્રાપ્ત કરી શકશો. અંગત જીવન ખુશહાલથી ભરેલું રહેશે અને તમારું જીવન સાથી સંપૂર્ણપણે તમારા રંગમાં રંગાઈ જશે. આજે, તેઓ તમને કેટલાક કામ માટે સલાહ પણ આપી શકે છે, જે તમારા વ્યવસાયમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે. જો તમારું જીવન સાથી કોઈ કામ કરવા માંગે છે, તો તમારે તેમને ટેકો આપવાનું સારું રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પાસેથી ઉધાર પૈસા ના લેવા જોઈએ નહીં તો માથાના દુખાવાનું કારણ બની શકે છે. ખર્ચ પણ વધારે થશે અને આર્થિક રીતે દિવસ થોડો નિરાશાજનક રહી શકે છે. માનસિક રીતે તમે મજબૂત રહેશો. આજના દિવસે એક સાથે ઘણા કામ પુરા કરી શકો છો. નોકરી માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં થોડી સમસ્યા થઇ શકે છે. આજના દિવસે આત્મવિશ્વાસથી બધી જ તકલીફનો સામનો કરી શકો છો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો આજના દિવસે તમારા માટે સારો રહેશે. એટલે કે જેને તમે પ્રેમ કરો છો તેના માટે તમે તમારા દિલની દરેક વાત ખુલીને કહી શકો છો અને આજે તે પણ તમારા પ્રેમમાં ડૂબેલા જોવા મળશે. જો તમે પરિણીત છો, તો બાળકો આજે તમારા માટે કેટલીક આશ્ચર્યજનક યોજનાઓ પણ બનાવી શકે છે. આવક સારી વૃદ્ધિ તરફ આગળ વધશે, તેથી તમે આજે તમારી જાતને એક મજબૂત સ્થિતિમાં જોશો. કાર્યરત લોકો આજે નોકરીમાં પરિવર્તનનો વિચાર ઘડી શકે છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોને ગ્રહ એ તરફ ઈશારો કરે છે કે તમે ખુદ પર ભરોસો કરીને ધંધામાં આગળ વધવા વિષે વિચારશો. ભાગ્ય આજે પણ તમારી સાથે રહેશે જેનાથી કામમાં સફળતા મળશે. આજના દિવસે ખર્ચ વધુ રહેશે પરંતુ ચિંતા નહીં રહે. આજના દિવસે તમે ચિંતામાંથી બહાર નીકળશો અને જીવનનને એક સાચી રીતે જોશો. અંગત જીવનમાં ખુશી મળશે અને જીવનસાથી સાથેની નિકટતા વધશે. આજના દિવસે નવો મોબાઈલ ખરીદી કરી શકો છો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ વધુ અનુકૂળ નહીં રહે. તેથી થોડી સાવધાની રાખો. તમારા પૈસા કોઈને ઉધાર ના આપો. ખર્ચ પર ધ્યાન આપો. અંગત જીવનમાં જરૂરી સુખી મળશે. કામને લઈને તમારે ખુદને બીજા પર નિર્ભરતા રાખવી પડશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. આજના દિવસે વિરોધીઓ પણ મજબૂત સ્થિતિમાં નજરે આવશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રારાશિના જાતકોને આજના દિવસે તેના હકમાં ફેંસલો આવશે. આજના દિવસે આવક સારી રહેશે જેનાથી મનમાં ખુશી મળશે. અંગત જીવન માટે દિવસ ખુશીઓથી ભરપૂર રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ દિલની વાત કરશે. જીવનસાથી પણ આજના દિવસે ધંધામાં યોગદાન આપી શકે છે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે સારા પરિણામ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કામને લઈને સારો રહેશે. આજના દિવસે બુદ્ધિનો પૂરો ઉપયોગ કરશો. મુશ્કેલથી મુશ્કેલ કામ પણ આસાનીથી કરી શકશો. જેમાં તમને સફળતા મળશે. જેનાથી તમને તારીફ મળી શકે છે. આજના દિવસે તમે ઘરથી દૂર રહેશો કારણ કે ઘરે ઓછું મને લાગશે. અંગત જીવનમાં ખુશી મળશે. આજના દિવસે પરિવારના લોકોનો સહયોગ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય મજબૂત રહેશે જેનાથી તમને સફળતા મળશે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. જેનાથી તમારું કામ થઇ જશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને ઘરના લોકોનો પણ સપોર્ટ રહેશે. આજના દિવસે પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે જેનાથી તમે ઘણું સારું મહેસુસ કરશો. પરિવારના નાના સભ્યો સાથે ઝઘડો થઇ શકે છે. આજે મિત્ર સાથે ઝઘડો થઇ શકે છે. તેથી સાવધાની રાખો. આવક સારી રહેશે. જેનાથી તમારો હાથ મજબૂત રહેશે. કામને લઈને દિવસ સફળ રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોએ જીવનમાં બેલેન્સ પર ધ્યાન આપનારા આજે કંઈક બેલેન્સની બાહર નજરે આવશે. સ્વાસ્થ્ય કથળી શકે છે. ઋતુના બદલાવને કારણે તમે બીમાર પડી શકો છો. તેથી સાવધાન રહો. આજના દિવસે આર્થિક સ્થિતિ કથળી શકે છે. તેથી સાવધાન રહો. કોઈને પણ પૈસા ના આપો. પૈસાના રોકાણ પર ધ્યાન આપો. ધંધો કરવા માટે આજનો દિવસ સારો રહેશે. ધંધામાં સારી સફળતા મળશે. નોકરી કરતા લોકોને આજના દિવસે ખુશ નજરે આવશે. અંગત જીવનમાં ખુશી મળશે.