રાજ્યમાં વધુ એકનો હાર્ટ એટેકથી ગયો જીવ ! અમરેલીના ચલાલા પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું મોત

32 વર્ષીય કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત- કોમેન્ટમાં વાંચો પુરી ખબર

ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકની મામલા સામે આવે છે, જેમાં મોટેરાઓથી માંડીને યુવાઓ અને કિશોરો પણ મોતને ભેટે છે. છેલ્લા થોડા સમયથી સતત આવા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં અમરેલીના ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 32 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટકથી મોત થયું હોવાની ખબર છે.

નજુભાઈ વાળા કે જેઓ ઢોલરવા ગામના રહેવાસી હતા અને ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેમનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. પોલિસ કોન્સ્ટેબલ બગસરા તપાસ અર્થે હતા તે દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયુ. નજુભાઈ વાળાના મોતને પગલે ચલાલા પંથક અને પોલીસ બેડામાં શોક છવાયો છે. નાની ઉંમરે હાર્ટ એટેક લોકો વચ્ચે ચિંતા જગાવી રહ્યો છે.

હાર્ટ એટેકને કારણે વ્યક્તિનું એક જ ઝટકામાં મોત થઇ રહ્યુ છે. જો હૃદયના સ્વાસ્થ્યની યોગ્ય કાળજી ન લેવામાં આવે તો તે શરીરની સ્થિતિને બગાડી શકે છે. એક્સપર્ટના મતે હાર્ટ એટેક આવતા પહેલા શરીર ઘણા સંકેત આપે છે. જેમ કે, ચક્કર આવવા, અતિશય પરસેવો થવો, ઉબકા, હાર્ટબર્ન અથવા અપચો જેવી સમસ્યાઓ, શરીરના ડાબા ભાગમાં દુખાવો થવો વગેરે…જો કે કેટલાક કિસ્સામાં આવા કોઇ સંકેત મળતા નથી.

Shah Jina