એક મહિલા અને બે પુરુષકર્મીઓએ રસ્તા વચ્ચે “હીરો તું મેરા હીરો” ગીત ઉપર બનાવી રીલ, વાયરલ થતા જ થઇ એવી હાલત કે… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ઘણા લોકો બોલીવુડના ગીતો ઉપર પોતાના ડાન્સ વીડિયો બનાવતા હોય છે, જેમાં ઘણા વીડિયો વાયરલ પણ થઇ જતા હોય છે. સામાન્ય લોકોની જેમ પોલીસકર્મીઓ પણ ઘણીવાર વીડિયો બનાવે છે, પરંતુ તેમના દ્વારા બનાવેલા વીડિયો વાયરલ થતા જ તેમને તેની સજા પણ ભોગવવી પડે છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ત્રણ પોલીસકર્મીઓને વીડિયો બનાવવો ભારે પડી ગયો અને તેમને તેની સજા પણ મળી. સોશિયલ મીડિયા પર આ વીડિયો આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા કોન્સ્ટેબલ બે પુરૂષ કોન્સ્ટેબલ સાથે ગીત ગાતી જોઈ શકાય છે. કદાચ તેમને પણ ખ્યાલ નહીં હોય કે આ વીડિયો તેમના બધા માટે કેટલી મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ વીડિયો વાયરલ થયા બાદ એસપીએ આ ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. એસપીએ કહ્યું કે આ મામલે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે હરદોઈ જિલ્લાના શાહબાદ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ વસુધા મિશ્રાની પોસ્ટિંગ દોઢ વર્ષ પહેલા જ થઈ હતી.

આ મહિલા પોલીસકર્મીના આવા 8 વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં તે પુરૂષ કોન્સ્ટેબલ સાથે ‘હીરો તુ મેરા હીરો હૈ’ ગીત પર ખૂબ જ આનંદ સાથે રીલ બનાવી રહી છે. એટલું જ નહીં આવા અન્ય વીડિયોમાં પણ આ પોલીસ જીપમાં બેસીને ફિલ્મ ‘રાજ’ના ગીત પર રીલ બનાવતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

આવા અનેક વીડિયો સામે આવ્યા બાદ એસપીએ આ મામલે તપાસ કરી હતી. તપાસ બાદ મહિલા કોન્સ્ટેબલ વસુધા મિશ્રા સહિત કોન્સ્ટેબલ ધર્મેશ કુમાર અને યોગેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એસપી રાજેશ દ્વિવેદીએ માહિતી આપી હતી કે વીડિયો જુનો છે અને તેને હટાવી દેવામાં આવ્યો છે.

Niraj Patel