Source: ગુજરાતમાં 24 કલાકમાં 3 લોકો ઢળી પડ્યા, બહેનની દીકરીની સગાઈમાં આવેલી મહિલાનું હાર્ટ એટેકથી મોત
ધૂળેટીના દિવસે મવડી સ્વામિનારાયણ પાર્કમાં ખીરા પરિવાર પર વજ્રઘાતઃએકના એક ૨૨ વર્ષના દિકરાનું હાર્ટએટેકથી મોત
રાજકોટમાં 22 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી મોત, MBAનો કરતો હતો અભ્યાસ
3 people died of heart attack in 24 hours : ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે ઘણા લોકો મોતને ભેટ્યા છે. રોજ બરોજ કોઈને કોઈના હાર્ટ એટેકથી મોત થયું હોવાની ખબર સામે આવતી હોય છે. જેમાં મોટાભાગના યુવાનો સામેલ હોય છે. ત્યારે ગઈકાલે ઉજવાયેલા હોળીના તહેવારમાં પણ હાર્ટ એટેકથી મોત થયા હોવાના મામલાઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર જ 3 લોકોને હાર્ટ એટેક ભરખી ગયો.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પહેલા બનાવમાં રાજકોટના એક 22 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. રાજકોટમાં રહેતો કશ્યપ ખીરા નામનો વિદ્યાર્થી MBA નો અભ્યાસ કરતો હતો. આ દરમિયાન ગઈકાલે ધુળેટીનો તહેવાર હોવાના કારણે તે પણ ધુળેટી રમ્યો અને ધુળેટી રમીને ઘરે આવ્યા બાદ અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડતા જ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કરતા જ પરિવારમાં માતમ છવાયો હતો.
તો બીજી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં આવેલ ગવિયર ગામમાં રહેતા સાહિલ પટેલ રાત્રીના સમયે પોતાના ઘરે હતા ત્યારે જ તે અચાનક ઢળી પડ્યો હતો. જેના બાદ તેને પરિવાર દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન જ યુવકનું મોત નીપજ્યું હતું. પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાહિલને કોઈપણ પ્રકારની બીમારી પણ નહોતી, હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, પોસ્ટ મોર્ટમ બાદ તેના મોતનું સાચું કારણ સામે આવી શકે છે.
તો ત્રીજો મામલો પણ સુરતમાંથી જ સામે આવ્યો છે, જ્યાં મૂળ મહારાષ્ટ્રમાં રહેતા 42 વર્ષીય રત્નમાલા ખંડેરામ સુરતમાં આવેલા ડિંડોલી વિસ્તારમાં પોતાની બહેનની દીકરીની સગાઈમાં આવ્યા હતા. ત્યારે વહેલી સવારે 5 વાગે તેમને અચાનક છાતીમાં બળતરા સાથે દુખાવો થતા નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને પણ મૃત કહેર કરતા ખુશીઓનો પ્રસંગ શોકમાં પરિણમ્યો હતો.