બનાસકાંઠામાંથી આવી રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના, શાળાએથી પરત ફરતા 3 બાળકો તળાવ કિનારે કુદરતી હાજતે ગયા અને પછી થયું ત્રણેયનું મોત, જાણો સમગ્ર મામલો

તળાવમાં ડૂબતા બે સગા ભાઈ સહિત ત્રણ વિદ્યાર્થીઓના મોત, જાણો સમગ્ર મામલો

3 children drowned in the lake : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બધા મામલો સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો મોતને પણ ભેટી રહ્યા છે, ઘણા લોકો રોડ અકસ્માતનો ભોગ બનતા હોય છે તો કોઈ કુદરતી અકસ્માતનો ભોગ બને છે. ત્યારે હાલ ચોમાસાનો માહોલ હોય ઘણી જગ્યાએ કેટલીક દુર્ઘટના ઘટવાની પણ ખબર આવતી હોય છે, ત્યારે હાલ બનાસકાંઠામાં ત્રણ બાળકોના તળાવમાં ડૂબી જવાના કારણે મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે.

શાળાએથી પરત ફરતા બની ઘટના :

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા તેરવાડા ગામમાંથી. જ્યાં તળાવમાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત થવાના કારણે આખા ગામમાં હડકંપ મચી ગયો હતો. મળી રહેલી માહિતી અનુસાર મોતને ભેટનાર 3 બાળકોમાં બે તો સગા ભાઈઓ હતા અને ત્રણેય શાળાએથી પરત ફરતા સમયે આ દુર્ઘટના બની હતી.

કુદરતી હાજતે જવા તળાવે ઉભા રહ્યા :

આ ત્રણેય બાળકો કાંકરેજની ફતેપુરા શાળામાં અભ્યાસ કરવા માટે જતા હતા. જ્યાંથી શાળા છૂટ્યા બાદ તે પોતાના ગામ તેરવાડા પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તળાવ પાસે તે કુદરતી હાજતે જવા માટે ગયા. આ દરમિયાન તળાવ પાસે એક વિદ્યાર્થીનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો, જેના કારણે બાકીના બંને વિદ્યાર્થીઓ તેને બચાવવા માટે જતા તે પણ પાણીમાં ડૂબી ગયા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

ત્રણેય બાળકોની મળી લાશ :

આ ત્રણેય બાળકોની લાશને તળાવમાંથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. જેના અબ્દ તેમને પોસ્ટમોર્ટમ માટે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મૃતક બાળકોમાં બે સગા ભાઈઓ કિશન રમેશભાઈ ઠાકોર અને  શૈલેષ રમેશભાઈ ઠાકોર ધોરણ-4માં અભ્યાસ કરતા હતા. જયારે મૃતક શૈલેષ શિવરામભાઈ પરમાર ધોરણ-8માં અભ્યાસ કરતો હતો. હાલ ત્રણેય બાળકોના મોતથી આખા ગામમાં શોકનો માહોલ છે.

Niraj Patel