ખબર

અમદાવાદમાં બર્થ ડે પાર્ટીમાં કેકની મીણબત્તીને વારંવાર ફૂંક મારી અને પછી બધા એ કેક ખાતા 22 લોકોને થયો કોરોના, જાણો સમગ્ર મામલો

કોરોના સંક્રમણના આંકડાઓ દિવસે દિવસે વધી રહ્યા છે, દુનિયાભરમાં આ વાયરસથી કરોડો લોકો સંક્રમિત બન્યા છે. અને તે છતાં પણ લોકો સાવચેતી રાખવામાં હજુ પણ પીછેહઠ કરતા જોવા મળી રહ્યા છે. જેનો એક તાજો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો જેમાં જન્મ દિવસની ઉજવણીમાં કેક ઉપર રાખવામાં આવેલી મીણબત્તીને ફૂંક મારવી 22 લોકોને ભારે પડી ગઈ.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નારણપુરા વિસ્તારની અંદર રહેતા એક યુવકનો જન્મ દિવસ હોવાના કારણે પરિવારજનો અને મિત્રો સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું, જેમાં કેક અને મેજીક કેન્ડલ પણ લાવવામાં આવી.

Image Source

યુવકની માતાએ કેન્ડલને ફૂંક મારવાની ના પાડી, પરંતુ મિત્રોએ આ વાતને નજર અંદાજ કરી, અને યુવકે મેજીક કેન્ડલને વારંવાર ફૂંક મારી. જેના કારણે 5 જ દિવસમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેમાં એ પણ સામે આવ્યું કે જે યુવકનો જન્મ દિવસ હતો તે પોતે જ કોરોના પોઝિટિવ હતો, પરંતુ તે એ વાતથી અજાણ હતો.

Image Source

આ ઉપરાંત આ જન્મ દિવસની અંદર બીજા પણ કેટલાક લોકો હાજર હતા, જે બીજા રૂમમાં બેઠા હોવાના કારણે સંક્રમણથી બચી ગયા, તેમજ યુવકની માતાએ કેક ખાધી ના હોવાના કારણે તે પણ સંક્રમણથી બચી ગઈ હતી. યુવકે અને યુવકના પરિવારજનોએ સમય સુચકતા વાપરીને પાર્ટીમાં આવેલા તમામ લોકોને રિપોર્ટ કરાવવા માટે સૂચના આપી હતી. ત્યારબાદ 22 લોકો પોઝિટિવ આવ્યા હતા.