જ્યોતિષ શાસ્ત્ર

આ 5 રાશિઓ પર અત્યંત હાનિકારક રહેશે સૂર્ય ગ્રહણ, જલ્દી વાંચો

વિક્રમ સંવત 2076ના જ્યેષ્ઠ કૃષ્ણ અમાસને આજે 21 તારીખે રવિવારે આજે મિથુન રાશિમાં વર્ષનું સૌથી મોટુ કંકણાકૃતિ ચૂડામણિ સૂર્યગ્રહણ થવાનું છે. આ મહિનામા આ બીજુ ગ્રહણ થશે. ખગોળીય રીતે આ ઘટના ખુબજ મહત્વ ધરાવે છે સાથે સાથે ધાર્મિક દૃષ્ટીએ પણ ગ્રહણનું ખુબજ મહત્વ રહેલુ છે. 21 જૂને સૂર્યગ્રહણના દિવસે, સૂર્ય કર્ક રેખાથી એકદમ ઉપર આવશે. આજે રવિવારે 21 જૂનને વર્ષનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. મિથુન રાશિ અને મૃગશિરા નક્ષત્રમાં આ ગ્રહણ થઈ રહ્યુ છે.

ગ્રહણની આસર રાશિઓ પર પણ ખુબ જોવા મળશે. જો કે સૌથી વધારે અસર મિથુન રાશિ પર જોવા મળશે. એવામાં મિથુન રાશિના લોકોને સાવધાની વરતવાની જરૂર રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સજાગ રહેવું પડશે. આવો તો જાણીએ બાકીની રાશિઓ પર તેની શું અસર થવાની છે.

Image Source

1. મેષ: તમારા માટે આ ગ્રહણ સામાન્ય રહેશે. નાના અભાઈ-બહેનો સાથે વિવાદ થઇ શકે છે.

2. વૃષભ:આ ગ્રહણની સીધી અસર તમારી વાણી પર પડશે અને ગુસ્સો વધશે. તમારા વ્યવહારને સંયમિત રાખો નહિતર તમારા બધા જ કામ બગડી શકે છે.

3.મિથુન રાશિ:જીવનમાં સંઘર્ષ અને માનસિક તણાવ વધશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શેક છે. માનસિક તણાવ અને નકારાત્મક વિચારને આવવા ન દો.

4. કર્ક રાશિ: ખોટા ખર્ચાઓ વધી શકે છે અને આર્થીક તંગીની સમસ્યાઓ આવી શકે છે. કોઈપણ પ્રકારની લેવળ દેવળમાં સાવધાની રાખો.

Image Source

5. સિંહ રાશિ: મોટા ભાઈ-બહેનો સાથે વાદ-વિવાદ થઇ શકે છે.

6. કન્યા: પ્રોફેશનલ લાઈફ પર માનસિક તણાવ વધી શકે છે. બૉસ અને અન્ય કર્મચારીઓથી સતર્ક રહો. વાદ-વિવાદથી બચો.

7. તુલા રાશિ: તમારા કાર્યોમાં ખુબ અડચણો આવશે. ખુબ પ્રયત્નો પછી કામ સિદ્ધ થતા જણાશે.

8.વૃશ્ચિક રાશિ: સ્વાસ્થ્યનું ખાસ ધયાબ રાખવાની જરૂર રહેશે. વાહન ચલાવવામાં સાવધાની રાખો. વિવાદોથી દૂર રહો.

9.ધનુ: વૈવાહિક જીવનમાં તણાવ વધશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર રહેશે.

10. મકર રાશિ:વિરોધીઓ પર વિજય મળશે, વધારાના બેકાર વિવાદોથી દૂર રહો. વિવાદ કરીને સમસ્યાઓ ન વધારો.

11.કુંભ:બાળકો સાથે વાદ-વિવાદ થઇ શકે છે. ગુસ્સા પર પણ નિયંત્રણ રાખો.

12.મીન:નાની-નાની વાતો પર ગુસ્સો આવી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલી લેવલ દેવળ હાલના સમયમાં ન કરો. ગૃહકલેશ વધી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.