
બાળક તરીકે આપણા પિતા દિવસભરમાં કઈ પરિસ્થિતિઓનો સામનો કરે છે, અને તેમની ભાવનાઓને જે રીતે વ્યક્ત કરે છે, એ આપણે ક્યારેય સમજી નથી શકતા. આપણે એ સમજી નથી શકતા કે આપણા પિતા આપણા માટે કેટલું કરે છે, કેટલો ભોગ આપે છે. સામાન્ય રીતે આપણે આપણા જીવનમાં તેમની હાજરીને બહુ ખાસ ગણકારતા નથી. પણ પિતા બનવું એ ખૂબ જ મોટી જવાબદારીનું કામ છે.
જો કે પિતા હોવાનો અર્થ ફક્ત લોહીનો સંબંધ જ નથી ગણાતો પણ તેનાથી વધુ હોય છે. જેમ કે 20 વર્ષનો વલી રહેમાની, એવા 23 કમનસીબ બાળકોનો પિતા છે, જેમને માતાપિતાનો પ્રેમ નથી મળ્યો. વલી રહેમાની કાયદાનો વિદ્યાર્થી છે, જે જામિયા હમદર્દથી અભ્યાસ કરે છે. તે એક રાજકીય ચળવળકાર પણ છે, જેને પોતાની રાજકીય કારકિર્દી એપ્રિલ 2017માં શરુ કરી હતી. સમયની સાથે હવે તે નીડર બની ગયો છે, અને સમાજમાં થતા અન્યાય સામે નીડરતાથી અવાજ ઉઠાવે છે.
View this post on Instagram
વલી રહેમાનીએ એક મીડિયા સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે ‘સમાજમાં થઇ રહેલા અન્યાયો સામે અવાજ ઉઠાવવાની આ પ્રક્રિયામાં મને એવું લાગ્યું હતું કે હું આ દેશમાં એકલો જ છું. મને સમજાયું કે મારી ઉંમરના લોકો પાર્ટી કરવામાં વ્યસ્ત હતા પણ મારે સમાજ માટે કંઈક કરવું હતું એટલે મને પ્રેરણા મળી.’
‘મેં વિચાર્યું કે 10 બાળકોને લઈને તેમને માનવતા અને પ્રેમ ઉપદેશ આપતા લીડર બનાવું. મારા માટે લીડરની વ્યાખ્યાએ ન હતી કે જે લીડર તરીકે જન્મે અને લીડર તરીકે મરે પણ જે મરતા પહેલા લીડર બનાવીને જાય. મારો પણ આ જ હેતુ હતો કે હું મારુ એ પહેલા આવા લીડર બનાવું.’
તેને ધોરણ 12 પછી એક વર્ષ ડ્રોપ લઈને કલકત્તાના દરેક સ્લમ વિસ્તારોની મુલાકાત લીધી અને આખરે 1 એપ્રિલ 2018થી તેને પોતાની ઉમ્મીદ નામની સંસ્થા શરુ કરી. આ સંસ્થાનો હેતુ પણ તેનું નામ જ હતો. તેને કહ્યું કે તેને આશા હતી કે સ્લમના બાળકો દેશની આશા બનશે.
વલી રહેમાનીએ શરૂઆતમાં 3 બાળકોને અડોપ્ટ કર્યા પછી માત્ર 1 જ વર્ષમાં તેની સંસ્થામાં 23 બાળકો થઇ ગયા. આ 23 બાળકોમાંથી 11 બાળકો અનાથ છે અને 12 બાળકો ખૂબ જ ગરીબ છે કે ઉમ્મીદ સંસ્થાએ તેમને લીધા એ પહેલા સુધી તેમના માથા પર છત પણ ન હતી.

વલી રહેમાનીએ જણાવ્યા અનુસાર, જયારે બાળકો આવ્યા ત્યારે ખૂબ જ નબળા હતા અને ઓછું વજન ધરાવતા હતા, પણ 1 જ વર્ષના સમયમાં આ બાળકો સ્વસ્થ દેખાવા લાગ્યા છે. આ સંસ્થામાં બાળકોને પૌષ્ટિક આહાર અને સારું ભણતર આપવામાં આવે છે.
વલી રહેમાનીએ કહ્યું, ‘વિચાર હતો કે હું 20 વર્ષની ઉંમરે 10 બાળકોનો પિતા બનવા માંગુ છું, અને મેં તેને સાચું કરી બતાવ્યું છે. હું આ 23 બાળકોને મારા જ બાળકોની જેમ સમજુ છું. અને બધા જ બાળકો માટે અબ્બાજી કહે છે. ઉમ્મીદમાં અને નિશ્ચિત કરીએ છીએ કે બાળકો ઘણું બધું શીખે. અહીં અમે તેમને ભણાવીએ છીએ અને અને સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનું તેમનું ટાઈમટેબલ બનેલું છે. અહીં દરેક 2 બાળકે એક શિક્ષક છે. આને સામાજિક કામ નહિ પણ સામાજિક ફરજ કહેવામાં આવે છે. જો કામ કહીશું તો કામની જેમ જ કરીશું પણ ફરજ કહીશું તો ફરજની જેમ નિભાવીશું. પૈસા છેલ્લી વસ્તુ છે જેનાથી મને ફરક પડે છે.’
બાળકો સાથે સંબંધ પર તેને કહ્યું કે ’20 વર્ષના થતા પહેલા જ 23 બાળકોનો પિતા બની જવું એ એક સુંદર અનુભવ છે. જયારે પણ હું દુઃખી હોઉં કે તકલીફમાં હોઉં ત્યારે હું આ બાળકોની તસ્વીર જોઉં તો મને સારું લાગે છે.’ આપણા સમાજને વલી રહેમાની જેવા વધુ લોકોની જરૂર છે. સલામ છે આવા લોકોને!
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks