ખબર

ભારતીય કપલ સહિત ત્રણના અમેરિકામાં મોત, સગીર બાળકીઓની મદદ માટે એક થયા લોકો

સ્વર્ગ જેવા સુખી અમેરિકામાં માતા-પિતા બહુ જ ખરાબ રીતે મર્યા, બિચારી 2 દીકરીઓ અનાથ થઇ ગઈ – સમગ્ર ઘટના વાંચીને હચમચી ઉઠશો

અમેરિકાના એરિઝોનામાં બનેલી એક દુ:ખદ ઘટનામાં ભારતીય મૂળના એક મહિલા અને તેના પતિનું થીજી ગયેલા તળાવમાં પડી જવાથી મોત થયુ છે. જે સમયે આ દર્દનાક ઘટના બની ત્યારે તેઓ તળાવની ઉપર ફરતા હતા. અચાનક બરફ તૂટવાને કારણે તેઓ તળાવની અંદરના ઠંડા પાણીમાં પડી ગયા હતા. તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બચાવી શકાયા નહિ. આ ઘટના 26 ડિસેમ્બરે બપોરે 3:35 વાગ્યે એરિઝોનાના કોકોનિનો કાઉન્ટીમાં વુડ્સ કેન્યોન લેક ખાતે બની હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

કાઉન્ટી શેરિફ ઓફિસ (CCSO) એ જણાવ્યું કે મૃતકોની ઓળખ 49 વર્ષીય નારાયણ મુદ્દાના અને 47 વર્ષીય ગોકુલ મેડિસેટ્ટી તરીકે થઈ છે. તેઓ મૂળ ભારતીય હતા. અમેરિકાના એરિઝોના રાજ્યમાં બરફથી થીજી ગયેલા તળાવમાં ડૂબેલા 3 ભારતીયો જન્મદિવસ ઉજવવા ગયા હતા. વુડ્સ કેનન લેક ખાતે ભારતીય મૂળના 3 પરિવારો ઉજવણી કરવા ગયા હતા. નારાયણ મુદ્દાના (49), તેની પત્ની હરિતા મુદ્દાના અને મિત્ર ગોકુલ મેડિસેટી (47) ફોટોગ્રાફ્સ માટે પોઝ આપી રહ્યા હતા.

આ દરમિયાન, બરફનું પડ તૂટી ગયું અને ત્રણેય માઇનસ 30 ડિગ્રી તાપમાનના પાણીમાં ડૂબી ગયા. નારાયણ અને હરિથાની બે દીકરીઓ હર્ષિતા (7) અને પૂજાતા (11) અનાથ ગઇ છે, તેમની કસ્ટડી એરિઝોના ડિપાર્ટમેન્ટ ઑફ ચાઈલ્ડ સેફ્ટી પાસે છે. એરિઝોનાના કોકોનિનો કાઉન્ટીમાં વુડ્સ કેન્યોન લેક ખાતે 26 ડિસેમ્બરની સાંજે આ અકસ્માત થયો હતો. બરફના જાડા સ્તરે તળાવને ઢાંકી દીધું હતું. ત્રણેય પરિવાર હરિતાના જન્મદિવસની ઉજવણી કરવા ગયા હતા. જેમાં 6 સ્ત્રી-પુરુષો ઉપરાંત 5 બાળકો હતા. જેવા તેઓ ફોટોગ્રાફ લેવા તળાવ પર ચઢ્યા કે તરત જ ત્યાંનો બરફ તૂટી ગયો. નારાયણ, હરિત અને ગોકુલ ડૂબવા લાગ્યા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તેમને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી હતી. ટીમે તરત જ મહિલાને બહાર કાઢી, પરંતુ તેનો જીવ બચાવી શક્યો નહીં. સર્ચ ઓપરેશન બાદ બે પુરુષોના મૃતદેહ મળી આવ્યા હતા. હાલમાં, GoFundMe ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે $5 લાખથી વધુ એટલે કે રૂ. 4.13 કરોડથી વધુ એકત્રિત કરવામાં આવ્યા છે. આનાથી બાળકીઓના શિક્ષણમાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે આ સમયે અમેરિકા અને કેનેડામાં સખત શિયાળો છે. ઘણા રાજ્યોમાં તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી નીચે છે.