આવું ફક્ત આપણા દેશમાં જ જોવા મળશે ! ઓટો રિક્ષામાં ભર્યા હતા એટલા બધા પેસેન્જર કે જોઈને લોકોની આંખો થઇ ગઈ ચાર, પોલીસ અધિકારીએ એવું કહ્યું કે.. જુઓ વીડિયો

5-7 નહિ પણ 19 લોકોને ભરીને સડસડાટ રોડ પર દોઢી રહી હતી રીક્ષા, પોલીસ અધિકારીએ કહ્યું, “આ જુઓ મોતનો પૈગામ લઈને જઈ રહ્યા હતા”.. વાયરલ થયો વીડિયો

ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સતત સજાગ હોય છે અને ભૂલ કરવા પર જો પકડાઈ જાય તો દંડ પણ કરતી હોય છે. ઘણા લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પકડાઈ ગયા છે, તો ઘણા લોકો તેનાથી બચવા માટે જુગાડ પણ લગાવતા હોય છે. સોશિયલ મીડિયામાં આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ તમે વાયરલ થતા જોયા હશે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને અધિકારીઓ પણ હેરાન રહી ગયા.

આપણા દેશમાં આજે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રીક્ષાનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. ઘણીવાર રિક્ષામાં આપણે જોયું હશે કે રીક્ષા ડ્રાઈવર કેપેસીટી કરતા પણ વધારે પેસેન્જર ભરતા હોય છે. ત્યારે આવી જ એક રીક્ષાનો વીડિયો મધ્ય પ્રદેશ પોલીસના એક અધિકારી ભાગવત પ્રસાદ પાંડેએ શેર કર્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક રિક્ષામાં ઘણા બધા પેસેન્જર ભરેલા છે. આ ઘટનાને બાજુમાંથી પસાર થતી એક કારમાંથી શૂટ કરવામાં આવી છે. જયારે રીક્ષાને ઉભી રાખીને અંદર બેઠેલા પેસેન્જરને નીચે ઉતારી તેમની ગણતરી કરવામાં આવે છે ત્યારે 5-10 નહિ પરંતુ 19 લોકો હોવાનું સામે આવે છે.

વીડિયોમાં એ પણ સાંભળી શકાય છે કે, “આ થઇ ગયા 19, આ જુઓ મોતનો પૈગામ લઈને જઈ રહ્યા હતા” વીડિયોમાં રીક્ષા ડ્રાઈવરને એમ પણ પુછવામા આવે છે કે પેસેન્જર ભરતી વખતે ગણતરી કરવામાં આવી હતી ? આ વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે કે “વધારે સવારી, દુર્ઘટનાની તૈયારી !” આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ પોતાના પ્રતિભાવ આપવા મજબુર બની રહ્યા છે.

Niraj Patel