શોખથી પાણીપુરી ખાતા લોકો સાવધાન ! એક 18 વર્ષિય નર્સિંગની વિદ્યાર્થીનીનું પાણીપુરી ખાધા બાદ મોત- જાણો વિગત

પાણીપુરી ખાધા બાદ નર્સિંગની વિદ્યાર્થીનીનું મોત, જમ્મુ-કાશ્મીરના કઠુઆની રહેવાસી હતી શીતલ,  હિમ્મત હોય તો એકવાર જરૂર શેર કરજો

Maharashtra Nagpur 18 Year Girl : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર એવા એવા મામલા સામે આવે છે કે આપણે જાણી ચોંકી જઇએ, હાલમાં નાગપુરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો. એક મેડિકલ કોલેજની 18 વર્ષની બીએસસી નર્સિંગ વિદ્યાર્થીનીનું મોત થયું. તેણે દિવસ દરમિયાન પાણીપુરી ખાધી હતી.

થોડા કલાકો પછી તેની તબિયત બગડ્યા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. મૃતક જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાની રહેવાસી હતી અને તે મહારાષ્ટ્રના નાગપુરમાં નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થીનું નામ શીતલ છે. જમ્મુ નજીકના કઠુઆની શીતલ ગત વર્ષે નવેમ્બરમાં નર્સિંગની તાલીમ માટે નાગપુર આવી હતી. તે અહીં હોસ્ટેલમાં રહેતી હતી. 3 જુલાઈની રાત્રે શીતલને ઉલ્ટી થઈ અને બીજા દિવસે તે બીમાર પડી. પેટનો દુખાવો ઓછો ન થતા તેને ડૉક્ટરોએ તેને દાખલ થવા કહ્યું, પરંતુ તેણે ના પાડી.

આઈસીયુમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું
રિપોર્ટ અનુસાર, વિદ્યાર્થિનીએ ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા લીધી અને તે હોસ્ટેલમાં તેના રૂમમાં પાછી ફરી. 5મી જુલાઈએ તેને તાવ આવ્યો, જેના કારણે તે ફરી ઓપીડીમાં ગઇ. વિદ્યાર્થિનીની બિમારીના લક્ષણો ગેસ્ટ્રોના હતા જેના કારણે સારવાર શરૂ કરવામાં આવી હતી. તે જ દિવસે શીતલની તબિયત બગડતાં તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

પ્રશ્નો ઉભા થયા
શું આ ઘટનાનું કારણ પાણીપુરી ખાવું હતું ? એ પાણીપુરીનું પાણી ઝેરી કેમ થઈ ગયું ? તેવા સવાલો ઉઠ્યા છે. મૂળ જમ્મુ અને કાશ્મીરની વિદ્યાર્થીનીના મૃત્યુની પુષ્ટિ કરતા, કોલેજના પ્રિન્સિપાલે કહ્યું કે પાણીપુરી ખાધા પછી તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.

File Pic

વિદ્યાર્થીની રૂમમેટની તબિયત પણ લથડી હતી
જ્યારે શીતલની રૂમમેટે તેની હાલત જોઈ તો તે ચોંકી ગઇ. તેને તાત્કાલિક વોર્ડ નં. 1માં મોકલવામાં આવી. આ ઉપરાંત શીતલની અન્ય એક મિત્રમાં પણ આવા જ લક્ષણો જોવા મળ્યા હતા અને તેને પણ ICUમાં દાખલ કરવામાં આવી.

Shah Jina