જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 15 માર્ચ : સોમવારના દિવસે મહાદેવની કૃપાથી આ 6 રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોએ આજે ખાવાપીવાની બાબતમાં ખુબ જ ધ્યાન રાખવાની જરૂર છે. નહિ તો આજે તમારી તબિયત બગડી શકે છે. આજે તમારા કામને લઈને તમે થોડા ગંભીર નજર આવશો. આજે તમને તમારા કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર  સાથે સારો સમય પસાર કરી શકશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોનો આજનો દિવસ ખુશનુમા રહેશે. પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ ઉપર પણ તમારા સહાયક તમને ખુશી મળે તેવું કોઈ કામ કરશે. પરણિત લોકો આજે સાંજના સમયે પોતાના પાર્ટનર સાથે બહાર જમવા માટે જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ નિર્ણય ઉપર મક્કમ થતા જોવા મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોને આજે દરેક પગલે સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારા વિરોધીઓ તમને હેરાન કરી શકે છે. જેનાથી તમારી ચિંતામાં પણ વધારો થશે.  આજે તમારી મૂંઝવણ કોઈ સાથે શેર ના કરવી નહિ તો કોઈ તમારો ફાયદો પણ ઉઠાવી શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ વાતને લઈને નિરાશા જોવા મળશે. પ્રેમી પંખીડાઓ આજે ખુશીમાં પોતાનો દિવસ વિતાવશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોને આજે કોઈ મિત્ર દ્વારા જીવનનની મુશ્કેલીનો ઉકેલ મળી શકે છે. તમારો મિત્ર આજે તમને એક સાચા સાથીના રૂપમાં જોવા મળશે. નોકરી કરતા લોકોને આજે પ્રમોશન મળી શકે છે. ધંધામાં પણ આજે વૃદ્ધિ થાવનો યોગ છે. પરણિત લોકોનું જીવન આજે ખુશીમાં વીતશે, પ્રેમી પંખીડાઓ પોતાના પરિવારમાં આજે પોતાના સંબંધોને આગળ વધારવાની વાત કરી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકોએ આજના દિવસે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. આજે અકસ્માતનો યોગ બની રહ્યો છે. આજે કોઈ કામમાં મુશ્કેલી અનુભવતા હોય તો કોઈ જાણકારની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. પરણિત લોકો આજે જીવનના કોઈ આગોતરા આયોજન વિશેની ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોએ આજે ભાગ્યના સહારે બેસી રહેવાના બદલે પોતાના કામ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આજે તમારું કામ તમને પ્રસિદ્ધિ અપાવશે. નોકરી કરતા લોકોને આજે પગારમાં વધારો થઇ શકે છે. પરણિત લોકો આજે રોમાન્ટિક મૂડમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ આજે એકસાથે સારો સમય પસાર કરશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોને આજના દિવસે કોઈ અંધારી ખુશી મળી શકે છે. આજે તમે તમારા પાર્ટનર સાથે બહાર જઈ શકો છો. આજે કામના સ્થળેથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમારું પ્રમોશન થવાના યોગ છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજા સાથે મળીને રોમાન્ટિક સમય પસાર કરી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):  આ રાશિના જાતકોને આજના દિવસે કોઈ ખરાબ સમાચારનો સામનો કરવો પડી શકે છે. આજે તમે કોઈ મૂંઝવણ પણ અનુભવશો. આજે તમારી ચિંતાનું કારણ ઘરના કોઈ વડીલને જણાવો તે તેનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશે. આજે તમારી પત્ની તમારી દરેક પરિસ્થિતિમાં સાથ આપવા માટે તૈયાર ઉભેલી દેખાશે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને ઝઘડી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોને આજે સંતાન તરફથી કોઈ ખુશ ખબરી મળી શકે છે. આજે લગ્ન કરવા ઇચ્છુક લોકોને પણ સારા સંબંધો મળવાની આશા છે. નોકરીમાં આજે દિવસ સામાન્ય રહેશે, પરણિત લોકોના જીવનમાં આજે કોઈ નવી ખુશી આવવાનો યોગ બને છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધોને જાહેર કરી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકોએ આજે થોડા સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારી નજીક રહેલો વ્યક્તિ જ તમારું દુશ્મન બની શકે છે. આજે કોઈ તમને છેતરી પણ શકે છે. માટે આજે ખુબ જ સાવધાની રાખવી. નોકરીમાં પણ તમારા સહકર્મી તમારા સારાપણાનો ફાયદો ઉઠાવી શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનરને પોતાના દિલમાં રહેલી વાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશના મૂળમાં જોવા મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોને આજે સાસરી તરફથી કોઈ માઠા સમાચાર મળી શકે છે. સાસરી પક્ષના કોઈ કામકાજને લઈને આજે દોડવું પણ પડી શકે છે. આજે તમારા પાર્ટનરની ખાસ કાળજી રાખવી. આજે સંતાનો પણ તમને તકલીફ આપી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમમાં નજર આવશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોને આજે પોતાના કામ ઉપર વધારે ધ્યાન રાખવું પડશે. આજે તમારી મહેનત જ તમને સાચા પરિણામ તરફ લઇ જશે. દિવસ દરમિયાન કાર્યક્ષેત્ર ઉપર કરેલી મહેનત સાંજે જ તમારા બોસને નજર આવશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ વસાવવા વિશે ચર્ચા કરી શકશે. પ્રેમી પંખીડાઓ એકબીજાને દિલની વાત સારી રીતે કરી શકશે.