આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 15 ફેબ્રુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
ઘણા સમયથી ચાલી રહેલા મહેનતવાળા કામનો હવે આજે અંત આવશે. મનને શાંત રાખવા માટે આજે થોડો સમય આરામ કરવા પાછળ વિતાવો. જીવનસાથી તરફથી અમુક માંગણીના કારણે થોડી આર્થિક તકલીફ થશે.

સંતાનોને પ્રેમથી સમજાવો તેમના પર કરેલો ગુસ્સો તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે. જો લાંબી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો થોડી સાવચેતી સાથે મુસાફરી કરજો. તમારો સમાન ચોરી થવાના યોગ છે. કિંમતી વસ્તુઓને સાથે રાખશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
વેપારમાં ક્યાંક રોકાયેલ પૈસા પરત મળશે. લોટરીથી સારી કમાણી કરી શકશો. આજે સ્ટોક માર્કેટમાં પૈસા રોકવાથી ધનલાભ થશે. કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહિ. આજે તમારા મહત્વના કામમાં તમારા જીવનસાથીનો સહયોગ મળશે. આજે માથાનો દુખાવો થઇ શકે છે આજે કોઈપણ નકારાત્મક વાત તમારે મનમાં લાવવાની નથી. આજે નોકરી કરતા મિત્રોને તેમના ઉપરી અધિકારી દ્વારા સહયોગ મળશે. રોકાયેલ પ્રમોશન આજે તમને મળી શકે છે. આજે અમુક જૂની મુશ્કેલી તમને હેરાન કરશે.
શુભ અંક : ૩
શુભ રંગ : કાળો

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
બીપી અને હૃદયની તકલીફ વાળા મિત્રોએ ખાસ તકેદારી રાખવી. આજે ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : કેસરી

4. કર્ક – ડ, હ (Cancer):
કર્ક – ડ, હ
વેપાર વધારવા માટે આજે તમને ખાસ લોકોની મદદ મળશે, આજે તમે કોઈને ઉધાર આપેલ પૈસા પરત મળશે. આજે તમારા કોઈ સાથે ચાલી રહેલ ઝઘડાનો અંત આવશે. આજે દિવસભર તમારે ઘણી મહેનત કરવાની રહેશે. આજે કોઈપણ વાત કોઈને પણ કરતા પહેલા તમારા વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે અમુક લોકો તમારા નિર્ણયનો વિરોધ કરશે. તમારા દ્વારા કરવામાં આવેલ કામમાં કમી કાઢવા માટે મથતા લોકોને તમે હરાવી શકશો. એકંદરે આજનો દિવસ બહુ ધ્યાનથી બધું કામ કરવું એવું જણાવે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ, ટ (Lio):
બીજા લોકોનું સુખ અને પ્રગતિ જોઇને તેમની ખુશીમાં સામેલ થાવ તમારી ઈર્ષાવૃતિને કારણે તમે લોકોની નજરમાં આવી શકો છો. આજે જેટલા પણ પૈસા બનાવવામાં રસ્તા તમારી સામે આવશે એટલા જ ખર્ચ પણ સતત વધશે. આજે ઘરમાં ખુશીનું વાતાવરણ હશે. તમારી વાણી અને વર્તનથી કોઈને મનદુઃખ ના થાય એનું ધ્યાન રાખજો. આજે જો તમે કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગો છો તો સારો દિવસ છે માટે આજે જ એ કામની શરૂઆત કરો તમારા પરિવારના સભ્યોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે જીવનસાથી તરફથી તમને આશા નહિ હોય એટલો અને અનોખો પ્રેમ મળશે. આજની સાંજ તમારા જીવનની અદ્ભુત સાંજ બની રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા મજબુત થશે, એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટેના યોગ છે, નોકરી બદલવા માંગતા મિત્રોએ આજે થોડી તકેદારી અને રાહ જોવાની જરૂરત છે. જીવનમાં અમુક પોઝીટીવ પરિવર્તન થવાના યોગ છે. નોકરી નવી નોકરી શોધતા મિત્રોને પરિવારથી દૂર રહેવા જવું પડશે. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો. આજે કામના ભારણને કારણે માનસિક અને શારીરિક થાક અનુભવશો. આજે વેપારી મિત્રોને ભાગીદારીથી ફાયદો થશે. અમુક મહત્વના નિર્ણય લેવાની જરૂરત છે. સંતાન તરફથી થોડી ચિંતા વધતી જણાશે, તેમને સાચું માર્ગદર્શન પૂરું પાડો. આજે તમારા અટકેલા દરેક કામ પૂર્ણ કરી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

7. તુલા – ર, ત (Libra):
સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. કાર્યસ્થળે લાંબા સમયથી અટકેલા કાર્ય અને પ્રોજેક્ટ પૂર્ણ થવા આવશે જેના કારણે આજે તમે અને તમારા બોસ બંને ખુબ ખુશ હશો. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળવાની શક્યતા છે. આજે જરૂરિયાતવાળા લોકોની મદદ કરો. વડીલોના આશીર્વાદથી તમે ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારી લાગણી પર આજે કાબુ રાખો કોઈ તમને આજે છેતરી ના જાય તેનું ધ્યાન રાખજો. કોઈ અજાણ્યા લોકોના ઝઘડામાં ભાગ લેશો નહિ નુકશાન તમને જ થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
લોકો ઉપર બહુ જલદી ભરોસો ના કરવાના સ્વભાવના કારણે તમને મુશ્કેલી થશે. તમારા જીવનસાથી તરફથી જોઈતો સહયોગ નહિ મળે. મિત્રો સાથે તમારી મુશ્કેલીઓ શેર કરો ત્યારે ભૂલથી તમારી કોઈ ખાનગી વાત જાહેર ના થાય તેની તકેદારી રાખજો. રજાના દિવસે તમે એક્સ્ટ્રા કામ કરી શકશો. ઓફિસમાં આજે તમે આપેલી સલાહથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને અનેક નવા પ્રોજેક્ટ મળી શકશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn):
આજે કામના ભાર નીચે તમે દબાઈ જશો પણ તેનાથી તમારો મુડ ખરાબ કરતા નહિ આજે તમે જેટલું વધારે કામ કરશો એટલો જ ભવિષ્યમાં તમને ફાયદો થશે. આજે તમારા જીવનસાથીને સમય આપો. તમારે આજે મિત્રોને તમારી સાથે રાખીને આગળ વધવાનું છે. આજે તમને પરિવારજનો અને મિત્રો તરફથી પુરતો સપોર્ટ મળી રહેશે. સાંજનો સમય તમારા માટે એકદમ પરફેક્ટ છે કોઈપણ નવા કામની અને વિચારને અમલમાં મુકવા માટે આ સમય બરોબર છે.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજે તમારે થોડા રચનાત્મક કામોમાં ધ્યાન આપવું પડશે. તમારા બાળકો અને પત્ની તરફથી તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. મિત્રો સાથે તમારી મુશ્કેલીઓ શેર કરો ત્યારે ભૂલથી તમારી કોઈ ખાનગી વાત જાહેર ના થાય તેની તકેદારી રાખજો. ઓફિસમાં આજે તમે આપેલી સલાહથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને અનેક નવા પ્રોજેક્ટ મળી શકશે. લોકો ઉપર બહુ જલદી ભરોસો ના કરવાના સ્વભાવના કારણે તમને મુશ્કેલી થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજે જમીન અને મકાનમાં પૈસા રોકી શકો છો જેનાથી તમને ભવિષ્યમાં ઘણા ફાયદા થશે. આજે શેર માર્કેટમાંથી પણ સારી કમાણી કરી શકશો. આજે તમારા મિત્રો તમારા પરિવારજનો બધા તમારાથી ખુશ હશે. સમાજમાં તમારી નામના વધશે. આજે શરીર સાથે કોઈપણ લાપરવાહી કરશો નહિ. આજે તમારા રૂટીન જીવનમાં કોઈ બદલાવ આવશે. આજે સમયે ભોજન લેવું અને આરામ કરવો એ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. આજે નોકરી કરતા વ્યક્તિને તેમના સાથી કર્મચારીની મદદ મળશે. આજે જો કોઈ નવા વેપાર શરુ કરવા માટે કે પછી જે વેપાર કરી રહ્યા છો તેના માટે કોઈ નવો પ્લાન આજથી શરુ કરવાના છો તો તેને થોડા સમય માટે કેન્સલ કરી દો, આજનો દિવસ તેના માટે યોગ્ય નથી.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.