સજી-ધજીને 12 વર્ષની બાળકી બની દુલ્હન, 70 વર્ષનો બુઢો દુલ્હો થયો તૈયાર અને પછી…..

આજના યુગમાં દેશ વિદેશમાં ઘણી જગ્યાઓ પર બાN વિવાહ થતા જોવા મળે છે. બાળ વિવાહ ગેરકાનૂની માનવામાં આવે છે અને આવું કરતા ઝડપાતા લોકો સમક્ષ કડક પગલાં પણ લેવામાં આવે છે, જો કે ઘણીવાર પરિવાર અમુક પૈસા કે અન્ય બાબતની લાલચને લીધે નાની ઉંમરે જ દીકરા દીકરીઓને પરણાવી દેતા હોય છે. ઘણા કિસ્સાઓમાં કોઇ સગીરાના લગ્ન લાલચને કારણે આધેડ સાથે પણ કરી દેવામાં આવે છે. આવો જ મામલો કેન્યામાંથી સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પ્રતિકાત્મક તસવીર

જ્યા અમુક ગાયો મેળવવાની લાલચે 12 વર્ષની નાબાલિગ અમિરાના લગ્ન 70 વર્ષના આધેડ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. અમીરાને જણાવવામાં આવ્યું કે તેના ભાઈના લગ્ન છે માટે તેને તૈયાર કરીને દુલ્હન બનાવવામાં આવી હતી, અને જ્યારે અમીરાને હકીકતની જાણ થઇ તો તે હેરાન જ રહી ગઈ હતી.  અમીરા ખુબ જ ઉત્સાહિત હતી કેમ કે તેને કહેવામાં આવ્યું હતું કે તેન ભાઈના લગ્ન થવાના છે.

આ બાબતે અમીરાએ કહ્યું કે,”મારી પાસે લગ્નમાં પહેરવા માટે નવો ડ્રેસ હતો, તે લોકો મારા હાથમાં મહેંદી લગાવી રહ્યા હતા. જશ્ન થવાનો હતો અને મને દરેક પ્રકારના વ્યંજન ખાવા માટે મળવાના હતા, જેને લીધે હું ખુબ ઉત્સાહિત હતી કેમ કે આ વિસ્તારમાં લોકોને ભુખમરાનો સામનો કરવો પડી રહ્યો છે”. જો કે પછી અમીરાને એ વાતની જાણ થઇ કે તેના ભાઈના લગ્નના બહાને તેના જ લગ્ન 70 વર્ષના આધેડ સાથે કરાવવા બધી તૈયારીઓ ચાલી રહી છે.

અમિરાના લગ્નનો પ્લાન તેના કાકાએ બનાવ્યો હતો જેથી તેને દહેજમાં ગાયોનો કાફલો મળી શકે. અમિરાની માનું નિધન એક વર્ષ પહેલા કેન્સરથી થયું હતું, જેના બાદ પિતાએ જ ત્રણે ભાઈ બહેનને ઉછેર્યા હતા. અમીરા તેમાંની સૌથી નાની એકમાત્ર દીકરી છે. પિતા પ્રાણીઓની દેખભાળ કરે છે અને બાળકોની જવાબદારી કાકાને સોંપવામાં આવી હતી.

લગ્ન સમયે બસમાં જતી વખતે અમિરાના કાકા સતત કોઈક સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા જેથી અમીરાને શંકા ગઈ એક કંઈક ગડબડ છે, અમીરાને મામલાની જાણ થતા જ તે રડવા લાગી. અમીરાએ કહ્યું કે,”મારી સાથે હાજર સગાઓ મારો સાથ આપવાના ન હતા, તેઓ પણ આ બધું કાકાના કહેવા પર કરી રહ્યા હતા’. જો કે આગળ જતા બસ રોકાઈ તો અમિરાનો સાવકો ભાઈ પોલીસ સાથે ઉભેલો હતો કેમ કે આ મામલાની જાણ તેના સાવકા ભાઈને પડી ગઈ હતી માટે તેણે અંત સમયે લગ્ન થતા અટકાવી દીધા.જણાવી દઈએ કે વર્ષ 1990થી કેન્યામાં બાલવિવાહ પર સખ્ત પ્રતિબંધ છે.

Krishna Patel