ખબર વાયરલ

આ 12 વર્ષના ટેણીયાએ ખોલી નાખી સ્કૂલની પોલ, પ્લાસ્ટિકની બોટલનું માઈક બનાવીને બની ગયો રિપોર્ટર અને કહ્યું એવું કે… વીડિયો જોઈને હેરાન રહી જશો

ઇન્ટરનેટ વાયરલ વીડિયોથી ભર્યું પડ્યું છે, ઘણા એવા વીડિયો જોવા મળતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ખાસ કરીને નાના બાળકો જયારે વીડિયો રેકોર્ડ કરીને બનાવતા હોય છે ત્યારે તેમને જોવાની મજા જ કંઈક અલગ હોય છે. ભલે નાના બાળકો ઓછું સમજતા હોય પરંતુ ઘણીવાર તે એવા કામ કરી જાય છે કે તેને જોઈને મોટાઓ પણ શરમાઈ જાય. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં નાના ટેણિયા પત્રકાર બનીને સ્કૂલની પોલ ખોલી રહ્યા છે.

ઝારખંડના ગોડ્ડામાં 12 વર્ષના વિદ્યાર્થી સરફરાઝે પત્રકાર બનીને શાળાની જર્જરિત વ્યવસ્થાનો પર્દાફાશ કર્યો છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જે મહાગામાની ભીખીયાચક પ્રાથમિક શાળાની છે. વીડિયોમાં સરફરાઝ હાથમાં માઈકની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલ લઈને રિપોર્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સરફરાઝ બોલતો જોવા મળી રહ્યો છે કે, હવે હું મારા ગામની અપગ્રેડ થયેલી પ્રાથમિક શાળાની હાલત બતાવું છું. ત્યારે તે કહે છે કે અમારા શિક્ષકો શાળામાંથી ગેરહાજર છે. આ ઉપરાંત સમગ્ર પરિસરમાં મોટી ઝાડીઓ ઉગી ગઈ છે, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી અને શૌચાલય પણ નથી. એટલું જ નહીં, અહીં બાળકોના વર્ગખંડમાં ઘાસચારો રાખવામાં આવે છે.

સરફરાઝે કહ્યું કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ શિક્ષકો ગુસ્સે થઈ ગયા અને તેને ધમકી આપવા તેના ઘરે પહોંચ્યા. તેણે મારી માતાને ધમકી આપી અને કહ્યું કે, તારા બાળકનું ધ્યાન રાખ, નહીં તો સારું નહીં થાય. તમને જણાવી દઈએ કે આ શાળા સરિયા પંચાયતમાં આવે છે. જે અંગે હેડ એમડી હબીબ કહે છે કે શાળાની હાલત ખરાબ છે. થોડા દિવસો પહેલા જ્યારે હું શાળાએ ગયો ત્યારે મેં કેમ્પસમાં મોટા વૃક્ષો જોયા હતા, પરંતુ હું આમાં નવો છું, તેથી મેં ફરિયાદ કરી નથી. પણ હવે હું તેને મારી રીતે જોઈશ અને વધુ સુધારવાનો પ્રયત્ન કરીશ.

એટલું જ નહીં, એવી પણ માહિતી મળી છે કે ઘણા દિવસોથી શાળામાં બાળકોને મધ્યાહન ભોજન પણ આપવામાં આવતું નથી અને સ્વચ્છતા પણ કરવામાં આવતી નથી. આ ઉપરાંત જ્યારે વીડિયો વાયરલ થયો, ત્યારે શાળાની સ્થિતિમાં થોડો ફેરફાર થયો છે. મહાગામાના બીડીઓ પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે શાળા ખોલવાના સમયે, એસડીઓ અને બીઇઓ તેમની સાથે ગયા હતા. તેમણે કહ્યું કે, શાળાની હાલતનો જે વીડિયો વાયરલ થયો છે તે એક રીતે સાચો છે. પગલાં લેવાની ભલામણ કરવામાં આવે છે.