જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 12 એપ્રિલ : ભોળા શંભુની કૃપા સોમવારના દિવસે આ 5 રાશિના જાતકો ઉપર વરસસે, મળશે મનગમતું જીવનસાથી

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો આજે ધંધામાં કોઈ નવા આયોજન વિશે વિચાર કરી શકે છે. આજે સફળતા મળવાના ચાન્સ થોડા વધારે છે. નોકરીમાં પણ આજે તમારા કામથી તમારા બોસ ખુશ થતા દેખાશે. પરણિત લોકોમાં આજે કોઈ વાતની નારાજગીને લઈને પોતાના પાર્ટનર સાથે મનમેળ બગાડી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના દિલની વાત વ્યક્ત કરી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોએ આજે કોઈપણ જાતના રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવાની જરૂર છે. શેર બજારમાં ઈન્વેસ્ટ કરતા પહેલા કોઈ જાણકારની સલાહ લેવી ફાયદાકારક રહેશે. નોકરીમાં પણ તમારા કામને લઈને આજે બોસ તમારા ઉપર ગુસ્સે થઇ શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનર સાથે કોઈ મુશ્કેલી ઉપર ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ લાભકારક રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકો જો આજે કોઈ દેવ સ્થાનની મુલાકાત લેશે તો તેમના માટે ફાયદાકારક રહેશે. આજે તમારા ઉપર ઈશ્વરની કૃપા બનેલી રહેશે, જેના કારણે ધંધામાં પણ પ્રગતિ જોવા મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકે છે.પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને કોઈ ભેટ આપી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ બીમારીનો ઉકેલ મળી જશે. કાર્યસ્થળ ઉપર આજે તમે વ્યસ્તતામાં દિવસ પસાર કરશો, જેના કારણે આજે થાક પણ લાગી શકે છે. નોકરી કરતા લોકોને આજે કામનું ભારણ રહેશે. પરણિત લોકો આજે સમયના મળવાને લઈને પાર્ટનરની ફરિયાદનો સામનો કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો આજે કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનો મોકો મળી શકે છે. વિદેશ જવા ઇચ્છતા લોકોને આજે સારા સમાચાર મળી શકે છે. નોકરી ધંધામાં આજે પ્રગતિ થતી જોવા મળશે. આજે તમે તમારા પાર્ટનરને બહાર જમવા માટે લઇ જઈ શકો છો. પ્રેમી પંખીડાઓ માટે પોતાના દિલની વાત કરવા માટે આજનો દિવસ સારો છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂર છે, આજે તમારા ગુસ્સાના કારણે તમારા સંબંધો ખરાબ થઇ શકે છે. કાર્યસ્થળ ઉપર આજે થોડી સાવધાની રાખવી. પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરની સલાહ માનવી, જે જીવનમાં ઉપયોગી થશે. પ્રેમી પંખીડાઓ આજે રોમાન્ટિક નજર આવશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાની સંભાવના છે. ધંધામાં પણ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થશે, નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાના યોગ છે. પરણિત લોકો આજે જીવનના કોઈ મહત્વના નિર્ણય વિશે પોતાના પાર્ટનર સાથે ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને નિરાશ જોવા મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કામમાં થોડી શાંતિનો અનુભવ થશે. છેલ્લા ઘણા દિવસથી સતત કામની પાછળ ભગવાન કારણે લાગેલો થાક આજે ઉતરશે. નોકરી કરતા લોકોને પણ આજે કામનું ઓછું ભારણ હશે. પરણિત લોકોના જીવનમાં આજે ખુશ ખબરી આવી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધને એક કદમ આગળ લઇ જઈ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોએ આજના દિવસે પોતાના વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજે તમને તે કોઈ વાતે નુકશાન પહોંચવી શકે છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં પણ તમને તમારી નજીક કોણ છે તે સમજાઈ જશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોને આજે ઘરની અંદર કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકે છે. જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વ્યાપ થશે. નોકરી ધંધામાં પણ આજે તમને કોઈ સારો લાભ મળી શકે છે. આજે તમે તમારા પાર્ટનર સાથે તમારી મૂંઝવણ તમે શેર કરી શકો છો. પ્રેમી પંખીડાઓએ આજે દરેક વાતમાં ધીરજ રાખવાની જરૂર છે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોએ આજે વાહન ચલાવતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. આજે અકસ્માતનો યોગ બની રહ્યો છે. આજે તમારી મહેનતની પણ પરીક્ષા થતી જોવ મળશે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ આજે મળવા માટે ઉત્સુક નજર આવશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થ્યને લઈને કાળજી રાખવાની જરૂર છે. બાહની ખાણીપીણીથી આજે જેમ બને તેમ દૂર રહેવું. આજે તમે બીમાર પણ પડી શકો છો. નોકરી ધંધામાં આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકો આજે કોઈ વાતે મતભેદ કરી શકે છે, પ્રેમી પંખીડાઓ માટે દિવસ સામાન્ય રહેશે.