13 વર્ષની નાની ઉંમરમાં જ આ અભિનેત્રી મોટું કામ કરતા મમ્મીએ ખુશ થઈને આપી દીધી અધધધ લાખની ઓડી કાર ભેટમાં… જુઓ તસવીરો

13 વર્ષની અભિનેત્રી રિવાએ લક્ઝુરિયસ AUDI કાર છોડાવી, જુઓ ખુબસુરત તસવીરો ….

આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા લોકો સારી એવી કમાણી પણ કરતા હોય છે. ત્યારે ઘણા લોકો એવું ઇચ્છતા હોય છે કે તેમના ફોલોઅર્સ વધે. તો ઘણા સેલેબ્સ એવા પણ છે જેમના ફોલોઅર્સ લાખોમાં નહિ કરોડોમાં હોય છે, ત્યારે એક માઈલસ્ટોન પર પહોંચ્યા બાદ તે આ ફોલોઅર્સ ભેગા થવાની ઉજવણી પણ કરતા હોય છે અને ચાહકો સાથે તેની ખુશી પણ વ્યક્ત કરતા હોય છે.

ત્યારે હાલમાં જ બોલિવૂડની પોપ્યુલર ફિલ્મ “ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં જોવા મળેલી 13 વર્ષની અભિનેત્રી રીવા અરોરાની ખુશી અત્યારે આસમાને છવાયેલી છે. તાજેતરમાં જ રીવાએ ઈન્સ્ટાગ્રામ પર 10 મિલિયન ફોલોઅર્સ પૂરા કર્યા છે. આ સફળતાથી ખુશ અભિનેત્રીની માતાએ પોતાની દીકરીને લક્ઝરી કાર ગિફ્ટ આપી છે. અભિનેત્રીની માતાએ રીવાને 44 લાખ રૂપિયાની નવી ઓડી Q3 SUV રિવાને ભેટમાં આપી છે. આ મોટી સફળતાથી ખુશ રિવાએ નવી કાર સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં, રીવા અરોરાએ કેપ્શનમાં લખ્યું, “મને ખબર છે કે હું મોડી પડી છું પરંતુ આખરે મેં @nishriv_ અને @jyotiwadhwa._ તરફથી મારી નવી ભેટ @audin સાથે મારા 10 મિલિયન ઇન્સ્ટા પરિવારની ઉજવણી કરી. તમારો ખૂબ ખૂબ આભાર. હું તમને લોકો ખૂબ જ પ્રેમ કરું છું. હું મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતીનથી. તમારા બિનશરતી પ્રેમ અને સમર્થન માટે મારા 10.6 મિલિયન ઇન્સ્ટા પરિવારનો આભાર. આભાર @audi_mumbaiwest આવી ગ્રેટ સરપ્રાઈઝ માટે અને ખાસ કરીને સજાવટ સાથે મારા દિવસને ખાસ બનાવવા બદલ. તે મારા માટે ખરેખર એક અવિસ્મરણીય ક્ષણ છે.”

પ્રથમ 10 મિલિયન ફોલોઅર્સ પૂર્ણ કરવાની ખુશી અને બીજું, માતા તરફથી લક્ઝરી કાર ગિફ્ટ મળવાની ખુશી રિવાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. આ દરમિયાન અભિનેત્રી થાઈ હાઈ સ્લિટ રેડ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે. અભિનેત્રી ફૂલો, તેની તસવીરો અને ફુગ્ગાઓથી શણગારેલી તેની બ્લેક ઓડી Q3 સાથે વિવિધ પોઝ આપી રહી છે. ચાહકો તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેને અભિનંદન પણ આપી રહ્યા છે.

જણાવી દઈએ કે રીવા અરોરાને ગિફ્ટમાં બ્લેક કલરની SUV મળી છે. તસ્વીરોમાં દેખાતી Audi Q3 નવી જનરેશનનું મોડલ છે. આ SUVની કિંમત 44.89 લાખ રૂપિયાથી લઈને 50.39 લાખ રૂપિયા સુધીની છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રીવા અરોરા અગાઉ “ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક” અને “ગુંજન સક્સેના”માં જોવા મળી હતી. તે છેલ્લે રકુલ પ્રીતની છત્રીવાળીમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

Niraj Patel