હેલ્મેટ વગર ટ્રક ચલાવવો ડ્રાઇવરને પડ્યો ભારે, કપાઈ ગયું આટલા રૂપિયાનું ચલણ

રસ્તા પર વાહનોની વધતી જઈ રહેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને ટ્રાફિકને લગતા અમુક નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. જેમ કે ટુ-વ્હીલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું સરકાર દ્વારા ફરજીયાત કરી દેવામાં આવ્યું છે, અને નિયમનું ઉલ્લંઘન કરનારાઓને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. આવી જ એક ઘટના ઑડિશામાંથી સામે આવી છે.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

જો કે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે પણ ટ્રક ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવા પર દંડ ફટકારવાની વાત તમે પહેલી વાર સાંભળી હશે. જાણકારીના આધારે ઓડિશાના રહેનારા પ્રમોદ કુમાર નામના ટ્રક ડ્રાઇવર ઓડિશા પરિવહન વિભાગના  કાર્યાલયમાં પોતાના વાહનની પરમીટ રી-ન્યુ કરવા માટે પહોંચ્યાં હતા, પણ અહીં તેની સાથે એવું બન્યું જે એકદમ ચોંકાવનારું હતું.અહીં પહોંચતા જ તેને જાણ થઇ કે તેનું 1000 રૂપિયાનું ચલણ પેન્ડિંગ પડ્યું છે.

Image Source

અહીં પ્રમોદ કુમાર પર નિમયનું ઉલ્લંઘન કરવા પર 1000 રૂપિયાની ચલણ ફટકારવામાં આવ્યું હતું. આ ચણલ એટલા માટે કાપવામાં આવ્યું કેમ કે તે હેલ્મેટ વગર ભારે ભરખમ વાહન ચલાવી રહ્યા હતા. જ્યારે તેણે અધિકારીઓને જણાવ્યું કે જે ગાડી નંબર પર ચલણ કાપવામાં આવ્યું તે ટુ-વ્હીલ નહિ પણ ટ્રક છે, છતાં પણ તેઓએ તેની વાત ના માની.સોશિયલ મીડિયા પર આ  ઘટના ચર્ચાનો વિષય બની ગયો છે.

Image Source

પ્રમોદ કુમારે અધિકારોને જણાવ્યું કે તે વોટર સપ્લાઈનું કામ કરે છે અને આગળના ત્રણ વર્ષોથી ટ્રક ચલાવી રહ્યા છે અને પોતાની પરમીટ રીન્યુ કરવા માંગે છે. જો કે પ્રમોદ કુમારને 1000 રૂપિયાનો દંડ ભરવો પડ્યો અને પછી જ તેની પરમીટ રી-ન્યુ થઇ શકી હતી.

Image Source

પ્રમોદ કુમારે પોતાના નિવેદનમાં કહ્યું કે,”અધિકારીઓ ખુબ હેરાન-પરેશાન કરે છે, સરકારે આ બાબત પર ધ્યાન આપવું જોઈએ. મારે મજબૂરીમાં 1000 રૂપિયાનું ચલણ ભરવું પડ્યું કેમ કે ટ્રકની પરમીટ રી-ન્યુ કરવી ખુબ જરૂરી હતી.”

પ્રમોદ કુમારે આરટીઓ પર અવૈધ રૂપે પૈસાની વસુલાત કરવાનો પણ આરોપ લગાવ્યો છે, જો કે આ ઘટનાનો ઘણો સમય થઇ ચુક્યો છે છતાં પણ પરિવહન વિભાગના આવા કારનામા પર સરકાર તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

Krishna Patel