લો બોલો હવે લોકો ભગવાનને પણ છેતરવા લાગ્યા, એક વ્યક્તિએ ભગવાન સાથે કરી 100 કરોડની છેતરપીંડી, સમગ્ર મામલો જાણીને હોશ ઉડી જશે

મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો ભક્ત, દાનપેટીમાં નાખ્યો 100 કરોડ રૂપિયાનો ચેક, મંદિરના ટ્રસ્ટીઓ બેંકમાં વટાવવા માટે ગયા ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ, જાણો સમગ્ર મામલો

100 crore fraud case with God : આપણા દેશની અંદર છેતરપીંડીની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, લોકો એક યા બીજી રીતે અન્ય લોકો સાથે છેતરપીંડી કરીને પૈસા પડાવી લેતા હોય છે. આજે તો ઓનલાઇન ફ્રોડ પણ ખુબ જ વધ્યો છે અને ઘણા લોકો તેનો શિકાર પણ બનતા હોય છે. ત્યારે હાલમાં જ એક વ્યક્તિએ ભગવાન સાથે છેતરપીંડી કરી લીધી. કોઈને માન્યામાં પણ ના આવે એવી આ હકીકત એકદમ સાચી છે અને આ છેતરપીંડી નાની મોટી નહિ પરંતુ 100 કરોડની હતી.

દાનપેટીમાં નાખ્યો100 કરોડનો ચેક :

આંધ્રપ્રદેશના સિંહાચલમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં એક ભક્તે દાન પેટીમાં 100 કરોડ રૂપિયાનો ચેક જમા કરાવ્યો. જ્યારે મંદિરના સત્તાવાળાઓએ સંબંધિત બેંકને ચેક મોકલ્યો ત્યારે તેઓ ચોંકી ગયા કે ભક્તના ખાતામાં માત્ર 17 રૂપિયા હતા. ચેકની તસવીર ગુરુવારે સોશિયલ મીડિયા પર સામે આવી હતી. ચેક પર બોડ્ડેપલ્લી રાધાકૃષ્ણના હસ્તાક્ષર હતા. ભક્તે ચેક પર તારીખ લખી નથી, જે કોટક મહિન્દ્રા બેંકનો છે. ચેક દર્શાવે છે કે ભક્ત વિશાખાપટ્ટનમ ખાતેની બેંકની શાખામાં એકાઉન્ટ ધારક છે.

ખાતામાં માત્ર 17 રૂપિયા મળ્યા :

જ્યારે મંદિર સંસ્થાના અધિકારીઓને દાનપેટીમાં ચેક મળ્યો, ત્યારે તેઓ તેને કાર્યકારી અધિકારી પાસે લઈ ગયા. તેને કંઈક ગૂંચવાયેલું લાગ્યું અને તેણે અધિકારીઓને સંબંધિત બેંક શાખામાં તપાસ કરવા કહ્યું કે શું ચેક ડ્રોઅરના ખાતામાં ખરેખર 100 કરોડ રૂપિયા છે? બેંક અધિકારીઓએ મંદિર સંસ્થાને જાણ કરી કે જે વ્યક્તિએ ચેક ઈશ્યુ કર્યો તેના ખાતામાં માત્ર 17 રૂપિયા હતા. મંદિરના સત્તાવાળાઓ દાતાની ઓળખ માટે બેંકની મદદ લેવાનું વિચારી રહ્યા છે.

થઇ શકે છે કેસ :

મીડિયા રિપોર્ટ અનુસાર જો દાતાનો ઈરાદો મંદિર સત્તાવાળાઓને છેતરવાનો હતો, તો બેંકને તેની સામે ચેક બાઉન્સનો કેસ શરૂ કરવા વિનંતી કરવામાં આવી શકે છે. ભક્તના આ કૃત્યને લઈને ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો છે. જ્યારે કેટલાક નેટીઝન્સે ટિપ્પણી કરી છે કે વ્યક્તિએ ભગવાનના ક્રોધને આમંત્રણ આપ્યું છે. કેટલાક અન્ય લોકોએ ટિપ્પણી કરી કે તેણે તેમની પ્રાર્થનાનો જવાબ આપવા માટે ભગવાનને અગાઉથી ચૂકવણી કરી હોવી જોઈએ.

Niraj Patel