10 રૂપિયાની નોટ ઉપર પ્રેમિકાએ પ્રેમી માટે લખ્યો સંદેશ, “વિશાલ મારા લગ્ન છે, 26 એપ્રિલે મને ભગાડી જજે !” લોકોએ કહ્યું, “આમને મળાવીને જ…

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને મોટાભાગના લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, પરંતુ એક સમય હતો જયારે ફોન પણ બજારમાં એટલા આવ્યા નહોતા અને કોઈને સંદેશો મોકલવા માટે પત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો, પ્રેમમાં પણ પત્રો લખવામાં આવતા હતા. પરંતુ સોશિયલ મીડિયાના વધતા ચલણના કારણે આ બધું હવે નાબૂદ જેવું થઇ ગયું છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી ઘટના વાયરલ થઇ રહી છે જેને આખા દેશમાં ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. આ ઘટના કંઈક એવી જ છે જેને થોડા વર્ષો પહેલા પણ આખા દેશને ઘેલું કર્યું હતું, જેમાં એક ચલણી નોટ ઉપર લખવામાં આવ્યું હતું “સોનમ ગુપ્તા બેવફા હે !” જો કે આ ઘટના બાદ સોનમ ગુપ્તા કોણ હતી અને નોટ ઉપર આ કોણે લખ્યું હતું તે જાણી શકાયું નહોતું. પરંતુ આવી જ એક ઘટના પણ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

હવે ફરી એકવાર 10 રૂપિયાની નોટ વધુ એક નિષ્ફળ પ્રેમ કહાનીની સાક્ષી બની છે. આ વખતે મેસેજ કુસુમનામની છોકરીએ તેના બોયફ્રેન્ડ વિશાલ માટે લખ્યો છે. જે સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 10 રૂપિયાની નોટ ઉપર કુસુમ નામની આ યુવતીએ એવું લખ્યું કે જેને વાંચીને લોકોના પણ હોશ ઉડી ગયા.

તેને લખ્યું છે કે, “વિશાલ મારા લગ્ન છે, 26 એપ્રિલે મને ભગાડીને લઇ જજે, I LOVE YOU, તારી કુસુમ !”  તસવીર શેર કરવાની સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું, તમારી તાકાત બતાવો. 26 એપ્રિલ પહેલા કુસુમનો આ સંદેશ વિશાલ સુધી પહોંચાડવાનો છે. બે પ્રિયજનોને ફરીથી જોડવાના છે. મહેરબાની કરીને આને શેર કરો અને તમે જાણો છો તે તમામ વિશાલને ટેગ કરો.”

કારણ કે આ વખતે મામલો બેવફાઈનો નથી, પરંતુ બે પ્રેમીઓના પુનઃમિલનનો છે. તો આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સ પણ ક્યાં પાછળ રહેશે. હવે બધા એ વિશાલને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કુસુમ કોને આ સંદેશ આપવા માંગે છે ? વિશાલ કોણ છે અને કુસુમ પણ કોણ છે તેની કોઈને કઈ ખબર નથી, પરંતુ નેટીઝન્સે આ પોસ્ટ પર વિશાલ અને કુસુમ નામના લોકોને ટેગ કરવાનું શરૂ કરી દીધું છે.

Niraj Patel