હરણી લેકમાં રિક્ષાચાલકની 2 દીકરીઓ બોટમાં ડૂબી, એક બહેનનું મોત, બીજી બહેન બચી ગઈ પણ….

Last video of the girl who died in the boat accident :મોરબી બ્રિજ દુર્ઘટના બાદ ગઈ કાલે વડોદરાના હરણી લેક પર વધુ એક મોટી દુર્ઘટના ઘટી જેમાં 12 માસુમો સાથે 2 શિક્ષિકાઓન મોત થઇ ગયા. આ દુર્ઘટના પણ એક મોટી માનવ બેદરકારીના કારણે સર્જાઈ છે.

પોલીસે આ મામલે 18 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે, ત્યારે આ ઘટનાનો મુખ્ય જવાબદાર કોન્ટ્રાકટર પરેશ શાહ ઘટનાની જાણ થતા જ ફરાર પણ થઇ ગયો છે. ઘટના બાદ મૃતકોના ઘરમાં પણ માતામ છવાઈ ગયો છે અને પરિવારજનોના હૈયાફાટ રુદન પણ સામે આવી રહ્યા છે.

ગઈકાલે બનેલી દુર્ઘટનામાં સન રાઇઝ સ્કૂલમાં ભણતી બે સગી બહેનો સુફિયા અને સકીના પણ પિકનિકમાં ગઇ હતી ત્યારે અચાનક જ બોટ ઉંધી વળી જતા બંને બહેનો પાણીમાં ડૂબી ગઇ હતી. બંને બહેનોને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. અફસોસની વાત એ છે કે નાની બહેન સકીનાનો જીવ બચી શક્યો નહતો. જ્યારે મોટી બહેન સુફિયાને સારવાર માટે બેભાન હાલતમાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેની સારવાર તરત શરૃ કરી દીધી હતી. છાતીમાં ભરાઇ ગયેલું પાણી બહાર કાઢી એમ.આઇ.સી.યુ.માં તેને દાખલ કરવામાં આવી હતી.

 

શૌકત પરિવારની બે દીકરીઓ :

ત્યારે આ કાળમુખી દુર્ઘટનામાં એક જ પરિવારની બે દીકરીઓ પણ ભોગ બની છે, જેમાં એક દીકરીનું મોત થયું છે અને બીજી દીકરી હોસ્પિટલમાં સારવાર હેઠળ ભરતી છે.  વડોદરાના શૌકત પરિવારની બે દીકરીઓ શકીના શૌકત અને સુફિયા શૌકત પણ વાઘડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, ત્યારે ગત રોજ સ્કૂલમાંથી હરણી લેક પર પિકિનક લઇ જવામાં આવ્યા ત્યારે પણ આ બંને દીકરીઓ પીકનીકમાં સાથે ગઈ હતી.

મોત પહેલા બનાવ્યો હતો વીડિયો :

આ દરમિયાન બંને દીકરીઓ બોટમાં બેઠી અને બોટ પલટી જતા 9 વર્ષની શકીના મોતને ભટી જ્યારે 13 વર્ષની સુફિયાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શૌકત પરિવારમાં 2 બહેનો અને એક ભાઈ હતા, ત્યારે પરિવારની દીકરીના મોતના કારણે પરિવારમાં પણ માતામ છવાઈ ગયો છે, શકીનાએ આ દુર્ઘટનામાં મોતને ભેટતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તે તેના મિત્રો સાથે જોવા મળી રહી છે. તેનો આ છેલ્લો વીડિયો પણ હાલ પરિવારની આંખ ભીંજવી રહ્યો છે.

આટલા માસુમોનો લીધો ભોગ :

આ કાળમુખી દુર્ઘટનામાં મોતને ભેટેલા માસુમ બાળકોના નામ સકીના શેખ, મુઆવજા શેખ, આયત મન્સૂરી, અયાન મોહમ્મદ ગાંધી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર, આયેશા ખલીફા, નેન્સી માછી, હેત્વી શાહ,  રોશની સૂરવે. તો આ દુર્ઘટનામાં બે મહિલા શિક્ષિકાના પણ મોત થયા છે જેમના નામ છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સકીના ત્રીજા ધોરણમાં ભણતી હતી અને ઇજાગ્રસ્ત સોફિયા છઠ્ઠામાં ભણે છે. આ મામલે પીડિત પરિવારના પાડોશી મુમતાઝબેને જણાવ્યું કે સોફિયા હોસ્પિટલમાં બૂમો પાડે છે કે હું મારી નાની બહેનને ન બચાવી શકી. વધુમાં તેમણે જણાવ્યું કે રિસોર્ટમાં લઇ જવાનું કહીને હરણી તળાવ લઇ જવાયાં હતાં.

YC