ખબર

1લી જાન્યુઆરી સુધી આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઇ શકે છે, નહીં કરી શકો કોઈ લેવડ દેવડ

હાલના સમયમાં મોટાભાગના લોકોના બેંક એકાઉન્ટ ખુલી ગયા છે. કેટલીક વ્યક્તિઓ એકથી પણ વધારે બેન્ક એકાઉન્ટ રાખતી હોય છે પરંતુ બેન્ક દ્વારા કેટલાક એવો નિયમો પણ લાગુ કરવામાં આવે છે જેનાથી આપણે ચેતતા રહેવાની જરૂર હોય છે. એ નિયમોનું જો પાલન ના કરવામાં આવે તો આપણું બેન્ક એકાઉન્ટ બંધ પણ થઇ શકે છે.

Image Source

હાલમાં જ આરબીઆઇ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે બેન્ક ખાતા ધારકોએ પોતાનું KYC કરવું અનિવાર્ય છે જો પોતાના એકાઉન્ટનું કેવાયસી નહિ કર્યું હોય તો તમારા એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે અને એકાઉન્ટમાં તમે કોઈપણ પ્રકારની લેવડ દેવડ નહીં કરી શકો.

Image Source

આઈડીબીઆઈ બેન્ક દ્વારા પોતાના ખાતા ધારકોને 1 જાન્યુઆરી પહેલા પોતાના એકાઉન્ટનું કેવાયસી કરવાનું મેસેજમાં જણાવી દેવામાં આવ્યું છે સાથે એમને એમ પણ જણાવ્યું છે કે જો કેવાયસી નહિ કરનાર ખાતેદારોના બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવશે જેનાથી કોઈ નાણાકીય લેવડ દેવડ થઇ શકશે નહીં.

Image Source

KYC શું છે ?
જે લોકોને ખબર ના હોય કે KYC શું છે તો અમે તમને જણાવી દઈએ કે આરબીઆઇ દ્વારા ગ્રાહકે સાથેની આ એક ઓળખ પ્રક્રિયા છે. કેવાયસી દ્વારા બેન્ક ખાતેદારને સારી રીતે ઓળખી શકે.

Image Source

શું કરવું પડશે KYC માટે ?
કેવાયસી માટે તમારે તમારૂ ખાતું જે બેંકમાં હોય એ બેન્કમાં જઈને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સાથે તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આધાર કાર્ડની અને પાનકાર્ડની નકલ આપવાની રહેશે.

Image Source

બસ આ સામાન્ય પ્રક્રિયા દ્વારા તમે તમારા ખાતાને બંધ થતા અટકાવી શકો છો.  એક જાન્યુઆરી પહેલા તમે તમારી બેન્કમાં જઈને કેવાયસી અપડેટ કરાવી નિશ્ચિન્ત થઇ જાવ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.