...
   

ઓપરેશન થિયેટરમાં ડિલિવરી સમયે મહિલાએ ગાયું “શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી” ભજન, વીડિયોએ ભીની કરી લાખો લોકોની આંખો, જુઓ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

બાળકને જન્મ આપતા સમયે મહિલા ખોવાઈ ગઈ કૃષ્ણ ભક્તિના રંગમાં, ગાયું સુમધુર ભજન, વીડિયોએ ભીની કરી લાખો લોકોની આંખો

Woman sings bhajan during c section : આ દુનિયામાં માથી મોટું કોઈ નથી હોતું, મા પોતાના સંતાનોની રક્ષા કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, તે પોતાનો જીવ પણ આપી શકે છે, દરેક સ્ત્રી માટે માતા બનવાનો અહેસાસ ખુબ જ ખાસ હોય છે અને જયારે સ્ત્રી માતા બને છે એ સમયે કેટલીય પીડાઓ પણ સહન કરતી હોય છે. બાળકને 9 મહિના પોતાના ગર્ભમાં રાખ્યા બાદ જયારે ડિલિવરીનો સમય આવે છે ત્યારે પણ અપાર વેદના વેઠીને પોતાના બાળકને જન્મ આપે છે.

ત્યારે બાળકના જન્મ સાથે જોડાયેલો એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં લોકોની આંખો ભીની કરી રહ્યો છે, આ વીડિયોમાં એક મહિલા ડિલિવરી રૂમમાં પ્રસૃતિ સમયે “શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી” ભજન ગાતા જોઈ શકાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા જે ભજન ગાઈ રહી છે તે ભગવાન કૃષ્ણનું છે. તમને જણાવી દઈએ કે જ્યારે ડોક્ટર્સ ઓપરેશન થિયેટરમાં સિઝેરિયન-સેક્શન સર્જરી (સી સેક્શન ડિલિવરી) કરી રહ્યા હતા, ત્યારે તે ભજન ગાતી હતી. તેનો અવાજ એકદમ મધુર હતો.

સ્ત્રી એટલી મધુરતાથી અને એટલી એકાગ્રતા સાથે ગાય છે કે જાણે તે ઓપરેશનના ડરને સંપૂર્ણપણે ભૂલી જવા માંગે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે અને વીડિયોમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયો @fenilkothari ના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે આ ક્ષણ રૂંવાડા ઉભા કરવા જઈ રહી છે. બીજાએ લખ્યું છે કે, માતાનો પ્રેમ અજોડ છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel