હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
Two blasts due to arson in Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગ લગાવની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગયાહની ઘટનાઓમાં આગ લાગવાથી કેટલાક લોકોના મોત પણ થયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હાલ એક એવી જ આગ લાગવાની ઘટના સુરતમાંથી સામે આવી છે, જેમાં ચાર્જિંગમાં રાખેલા ઈ બાઇકમાં આગ લાગતા બાજુમાં રહેલો ગેસનો બાટલો પણ ફાટ્યો અને વહેલી સવારે થયેલા 2 પ્રચંડ ધડાકાથી લોકો પણ હમચમી ઉઠ્યા હતા.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના સુરતના લીંબાયત વિસ્તારતમાં આજે વહેલી સવારે થયેલા બે પ્રચંડ ધડાકાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જેમાં સવારે 5.35ની આપસસ મહારાણા પ્રતાપ ચૉક પાસે આવેલા લક્ષ્મી પાર્ક સોસાયટીમાં આવેલા રેસિડન્ટ વાળા મકાનની નીચે હાર્ડવેરની દુકાન આવેલી છે અને ઉપર બે માળ છે. દુકાનના પાછળના વાડાના ભાગમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મુકવામાં આવ્યું હતું, જેમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી હતી અને ત્યાં બાજુમાં જ ગેસનો સિલેન્ડર હોવાથી તેમાં પણ બ્લાસ્ટ થયો હતો.
આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેના કારણે એક દીવાલ અને દરવાજો તેમજ આસપાસની બિલ્ડિંગના કાચ પણ તૂટી ગયા હતા. આ આગ લાગવાની ઘટનામાં ત્યાં રહેતો 5 લોકોનો પરિવાર પણ ચપેટમાં આવી ગયો હતો, જેમાં એક 18 વર્ષીય યુવતીનું આગમાં બળી જવાના કારણે મોત નીપજ્યું હતું. તો બાકીના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો માર ચલાવી એકાદ કલાકમાં આગ પર કાબુ મેળવ્યો અને માંકનના બીજા માળે ગેલેરીમાં ફસાયેલા 3 લોકો જેમાં એક મહિલા અને એક બાળક સાથે એક દાઝી ગયેલા મોટી ઉંમરના વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દાઝી ગયેલા લોકોને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.