ટોલ પ્લાઝા પર ટોલ ભર્યા વગર કાયદેસર નીકળી શકો છો જો…ખાસ માહિતી વાંચો અને શેર કરો બધા સાથે

0

આપણે ઘણી વાર એક શહેર માંથી બીજા શહેરમાં મુસાફરી કરતા હોઈશું અને અમુક કીલોમીટરના અંતરે સરકારે ટેક્સ વસુલવા ટોલ પ્લાઝા મુકેલા હોય છે. આજની આધુનિક દુનિયામાં કોઈ પણ વ્યક્તિને રાહ જોવી પસંદ નથી અને એમાં પણ જયારે મુસાફરી દરમિયાન ટોલ પ્લાઝા આવે ત્યારે ગાડીઓની લાંબી લાંબી લાઈન જોઇને અણગમો થતો હોય છે પણ શું તમે ક્યારે વિચાર્યું કે એક એવો પણ કાયદો છે જે આપને ટોલ ભર્યા વગર જ કાયદેસર નીકળી શકો છો.

હા દોસ્તો, આ શક્ય છે. હાલમાં થયેલી જાહેરહિતની એક અરજીમાં એવ ખુલાસો થયો છે કે સાંભળીને તમે ચોંકી જશો. ચોક્કસ તમને આ વાતની ખબર નથી તો ચાલો તમને જણાવી દઈએ.

કાયદો એવો છે કે જાણકારી મુજબ જો તમે ટોલ નાકા પર 3 મિનિટથી વધુ રાહ જુવો છો તો તમારે ટીકીટ લેવાની જરૂર નથી, આસાની થી તમે મફતમાં પૈસા ચૂકવ્યા વિના આરામથી નીકળી શકો છો.

મિત્રો આ બાબતે લુધિયાના એક વકીલ એ RTI ફાઈલ કરી હતી. RTI મતલબ તો તમને ખબર જ હશે. Right to Information. આપણે કાયદાકીય રીતે કોઈ પણ સવાલ પૂછી શકીએ. જેમાં ટોલ પ્લાઝા પર લાગતા વેઈટિંગ પીરિયડને લગતા કેટલાંક પ્રશ્નો પૂછ્યા હતા. તો એમાં એવો જવાબ મળ્યો કે સાંભળીને સૌ કોઈ નવાઈ પામ્યા.

RTI એપ્લીકેશનના જવાબમાં જણાવાયુ કે દેશમાં કોઈપણ ટોલ બૂથ પર લાગનારો વેઈટિંગ સમય 3 મિનિટથી વધારે ન હોઈ શકે. આનો મતલબ એ કે 3 મિનિટ પછી તમે ટોલ ભર્યા વગર નીકળી શકો છો અને તમને કોઈ રોકી ન શકે.

જો કે નેશનલ હાઈવે કેન્દ્ર સરકારને હાથમાં છે તેથી તેને લગતી કોઈ ફરિયાદ હોય તો હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે. એડવોકેટ જિંદાલે આની વિરૂદ્ધ પણ એક ફરિયાદ દાખલ કરી હતી. તેમણે તર્ક દોડાવ્યો કે જે ટોલ વસૂલવામાં આવે છે તે અસલમાં ટેક્સ નથી પણ રોડ વાપરવાની ફી છે. આથી આ મામલો કન્ઝ્યુમર કોર્ટને લગતો હોવો જોઈએ. આ મામલામાં અનેક વિવાદ પછી નક્કી કરાયું છે કે ટોલને લગતા કેસ હવે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફાઈલ કરી શકાશે.

Story: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

Jio ને લોન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન, બધું જ ફ્રી….
રિલાયંસ JIO એ એક વાર ફરી નવો ધમાકો કર્યો છે. કંપનીએ અત્યાર સુધીનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન પેશ કર્યો છે. JIO નાં આ પ્લાનની કિંમત માર્કેટમાં  મોજુદ દરેક કંપનીઓનાં પોસ્ટપેડ પ્લાનથી ઓછી છે.

રિલાયંસ JIO એ આ પોસ્ટપેડ પ્લાનની કિંમત માત્ર 199 રૂપિયા છે. આ પ્લાનમાં પુરા મહિના માટે 25 GB ડેટા મળશે. સાથે જ અનલીમીટેડ કોલિંગ થશે અને JIO એપના સબ્સક્રીપ્શન પણ મળશે. કંપનીએ આ પ્લાનનું નામ જીરો ટચ પોસ્ટપેડ રાખ્યું છે.

JIO નો નવો પ્લાન 15 મૈ થી લાઈવ થશે, જેના બાદ તમે JIO ની વેબસાઇટ અને માય જીઓ એપ થી બીલ ભરી શકશો. જીઓ નાં આ પ્લાનનાં ચાલતા આંતરરાષ્ટ્રીય કોલિંગ 50 પૈસા પ્રતિ મિનીટ નાં હિસાબે કરી શકાશે. સાથે જ આંતરરાષ્ટ્રીય રોમિંગનાં દૌરાન પ્રતિ મેસેજ 2 રૂપિયા, પ્રતિ મિનીટ વોઈસ કોલિંગ 2 રૂપિયા અને 2 MB ડેટા માટે પણ 2 રૂપિયા લાગશે.

જણાવી દઈએ કે જીઓ નાં મુકાબલે એયરટેલનાં પ્લાનની કિંમત 399 રૂપિયા, વોડાફોનનાં પ્લાનની કિંમત 399 રૂપિયા અને આઈડીયા નાં પોસ્ટપેડ પ્લાનની કિંમત 389 રૂપિયા છે. આ ત્રણે કંપનીઓનાં પ્લાનમાં 20 GB ડેટા મળશે છે અને અનલીમીટેડ કોલિંગ મળે છે.

Author: GujjuRocks Team, સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!