કુવૈત અગ્નિકાંડ: કોચી એરપોર્ટ પર આખું કેરળ હીબકે ચડ્યું, CMએ એરપોર્ટ પર આપી શ્રદ્ધાંજલિ.. 23 કેરળ અને 3 યુપીના હતા 23 કેરળ મૃતકો

ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન બુધવારે (12 જૂન) કુવૈતના મંગાફમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને લઈને ભારત પહોંચ્યું છે. તે કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું હતુ મૃતકોમાં સૌથી વધુ 23 કેરળના હતા. આ પછી વિમાન દિલ્હી જશે. બાકીના 22 મૃતકોમાં 7 તામિલનાડુના, 3-3 આંધ્ર-ઉત્તરપ્રદેશના અને 1-1 બિહાર, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળના છે.

એક મૃતક કયા રાજ્યનો છે તેની હજુ સુધી જાણકારી નથી મળી. આગ દુર્ઘટના બાદ ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહ કુવૈત ગયા હતા. તેમણે 5 હોસ્પિટલોની મુલાકાત લીધી જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર ચાલી રહી છે. જણાવી દઇએ કે, 12 જૂને કુવૈતના માંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કુલ 49 લોકોના મોત થયા છે.

તેમાંથી 48 મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી 45 ભારતીયો અને 3 ફિલિપાઈન્સના હોવાનું જાણવા મળ્યું. કુવૈતથી 45 ભારતીયોના મૃતદેહો લઇ C-130J એરક્રાફ્ટ ભારત આવી ગયુ છે, વિદેશ રાજ્યમંત્રી પણ પ્લેનથી પરત ફર્યા છે. આ પ્લેન સૌથી પહેલા કોચ્ચિ ઉતર્યુ. દક્ષિણ ભારતના રાજ્યોના મૃતકોના મૃતદેહોને પરિવારજનોને સોંપ્યા બાદ પ્લેન દિલ્હી માટે રવાના થશે.

દુર્ઘટનાની વાત કરીએ તો, કુવૈતના સમય અનુસાર બુધવારે સવારે 4.30 વાગ્યે આહ લાહી હતી. કુવૈતી ફાયર ફોર્સના જણાવ્યા અનુસાર આગ ઇલેક્ટ્રિકલ સર્કિટના કારણે લાગી હતી. તે સમયે તમામ કામદારો સૂતા હતા. આગને કારણે મચેલી નાસભાગ વચ્ચે ઘણા લોકો ગભરાઈને બારીમાંથી કૂદી પડ્યા હતા.

ધુમાડામાં ગૂંગળામણને કારણે ઘણા લોકો બિલ્ડીંગની અંદર ફસાયા હતા. કુવૈતી મીડિયાના જણાવ્યા અનુસાર આ બિલ્ડિંગને કંસ્ટ્રક્શન કંપની એનબીટીસી ગ્રુપ દ્વારા ભાડે લેવામાં આવી હતી. તેમાં 195થી વધુ મજૂરો રહેતા હતા. NBTC ગ્રૂપની માલિકી મલયાલી ઉદ્યોગપતિ કેજી અબ્રાહમની છે જે કેરળના તિરુવલ્લાના બિઝનેસમેન છે.

Shah Jina