બાળકને આ 1 વસ્તુ પીવડાવો, બાળક રહેશે હંમેશા તંદુરસ્ત ક્યારેય માંદુ નહિ પડે… જરૂર શેર કરજો આ માહિતી

0

સુવર્ણપ્રાશન, જે બાળકોમાં કરવામાં આવતા મુખ્ય 16 સંસ્કારો માંથી સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ થી એક ખુબજ મહત્વપૂર્ણ સંસ્કાર છે.સુવર્ણપ્રાશન ને ‘સ્વર્ણ પ્રાશન’ કે ‘સ્વર્ણ બિંદુ પ્રાશન’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. સુવર્ણ એટલે કે ‘સોનું/ગોલ્ડ’ પ્રાશન એટલે કે ‘ચટાડવું’ થાય છે. સુવર્ણપ્રાશન સંસ્કાર માં બાળકોને શુદ્ધ સુવર્ણ, અમુક આયુર્વેદિક ઔષધિ, ગાય નું ઘી અને મધ નું મિશ્રણ તૈયાર કરીને બાળકોને પીવડાવવામાં આવે છે. આધુનિક વૈદ્યકીય પ્રણાલી માં જે રીતે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ને વધારવા માટે અને બાળકો ને સામાન્ય બીમારીઓથી બચવવા માટે રસી નો ઉપીયોગ કરવામાં આવે છે તેવી જ રીતે આયુર્વેદ ના સમયથી બાળકો ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સુવર્ણપ્રાશન સંસ્કાર કે વિધિ કરવામાં આવે છે. આ એક પ્રકારની આયુર્વેદિક રોગપ્રતિકારક ની પ્રક્રિયા પણ છે.

સુવર્ણપ્રાશન ના સ્વાસ્થ્ય લાભ શું છે?
મહર્ષિ કશ્યપ એ પોતાના ગ્રંથ કશ્યપ સંહિતા માં સુવર્ણપ્રાશન ના લાભ નું કઈક આવી રીતે નિર્માણ કર્યું છે:

  • ” सुवर्णप्राशन हि एतत मेधाग्निबलवर्धनम्।
  • आयुष्यं मंगलम पुण्यं वृष्यं ग्रहापहम्।।
  • मासात् परममेधावी क्याधिर्भिनर च धृष्यते।
  • षड्भिर्मासै: श्रुतधर: सुवर्णप्राशनाद भवेत्।। “

આ શ્લોક નો અર્થ એ થાય છે કે, સુવર્ણપ્રાશન તે મેઘા(બુદ્ધિ),અગ્નિ(પાચન) અને બળ(શક્તિ, power) ને વધારનારૂ હોય છે. આ આયુષ્ય વધારનારૂ, કલ્યાણકારી, પુણ્યકારક, વૃષ્ય(આકર્ષક) અને ગ્રહપીડા(કરની,ભૂતબાધા,શનિ) દૂર કરનારું હોય છે. બાળકોમાં એક મહિના સુધી રોજ સુવર્ણપ્રાશન આપવાથી બાળકોની બુદ્ધિ તીવ્ર થાય છે અને ઘણા રોગો થી તેની રક્ષા પણ થાય છે. 6 મહિના સુધી તેનો પ્રયોગ કરવાથી બાળક શ્રુતધર(એક વાર સાંભળ્યા પછી યાદ રહેનારું) બની જાય છે.  બાળકોમાં નિયમિત સુવર્ણપ્રાશન કરવાથી નીચે મુજબના ફાયદા થાય છે:
1. રોગપ્રતીકારક શક્તિ-સુવર્ણપ્રાશન કરવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની જાય છે. તેઓ જલ્દી બીમાર નથી પડતા અને બિમાર પડવા પર તેની અસર ઓછી થાય છે. બાળકોમાં દાંત આવવાના સમયે થનારી દરેક સમસ્યાઓ થી પણ છુટકારો મળી જાય છે.
2.શક્તિ-સુવર્ણપ્રાશન થી બાળકો શારીરિક રૂપથી પણ મજબૂત બને છે અને તેઓની શક્તિ અને સ્ટેમિના અન્ય બાળકોની તુલનામાં વધારે બેસ્ટ રહે છે. 3.બુદ્ધિમાન-નિયમિત સુવર્ણપ્રાશન કરાવાથી બાળકો ની બુદ્ધિ પણ વધે છે. તેઓ આસાનીથી વાતોને સમજી લે છે અને યાદ કરી લે છે. આવા બાળકો ની સ્મરણ શક્તિ પણ ખુબ મજબૂત રહે છે.4.પાચન ક્રિયા-સુવર્ણપ્રાશન કરવાથી બાળકોમાં પાચન યોગ્ય રીતે થાય છે, તેઓને ભૂખ પણ સારી રીતે લાગે છે.
5.રંગ-સુવર્ણપ્રાશન કરવાથી બાળકોના રંગ અને રૂપમાં પણ નિખાર આવે છે.

6. એલર્જી-બાળકોમાં એલર્જી ને લીધે મોટાભાગે ઉધરસ, શરદી,ખંજવાળ જેવી સમસ્યા વધારે થાય છે. સુવર્ણપ્રાશન નું નિયમિત સેવન કરવાથી એલર્જી થી બચાવ મળે છે.

સુવર્ણપ્રાશન આ એક મહત્વપૂર્ણ,સરળ અને ઉપીયોગી સંસ્કાર/વિધિ છે. જો કે સુવર્ણપ્રાશન કરાવતા પહેલા આયુર્વેદિક ડોક્ટર ની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ . “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here