શરીરના આ 4 અંગોને દબાવવાથી ઝડપથી ઘટે છે વજન ! એકવાર ટ્રાય કરો

0

ચિકિત્સા વિજ્ઞાનના આવ્યા પહેલા લોકો એક્યુપ્રેશર અને એક્યુપંચર દ્વારા સામાન્ય તેમજ જટિલ બીમારીઓનો ઈલાજ કરતાં હતા. શરીરમાં ઘણા બિંદુઓ છે જેનો સંબંધ શરીરમાં રહેલી ઉર્જા સાથે છે અને આ બિંદુઓ પર દબાવ આપવાથી આ ઉર્જા સક્રિય થઈ જાય છે, એ પોતાનું કામ કરી લે છે. તમારા શરીરમાં પણ આવા ચાર બિંદુઓ છે જેને દબાવવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન પણ ઓછું થાય છે. આવો જાણીએ…

1. ચેહરા પર આવેલા બિંદુ

ચેહરા પર નાકની નીચે અને હોઠોની બરાબર ઉપર એક બિંદુ આવેલું હોય છે, જેને દબાવવાથી ભૂખ પર નિયંત્રણ આવે છે અને તને વધારે ખાવાથી બચો છો. આ સિવાય બિંદુ પર દબાવ આપવાથી બેચેની, તણાવ વગેરે સમસ્યાઓ માંથી પણ મુક્તિ મળે છે. હોઠોની ઉપર અને નાકની બરાબર નીચે આવેલા આ બિંદુને પાંચ મિનિટ દબાવો અને દિવસમાં બે વાર આ કરવું જોઈએ.

2. હાથમાં આવેલા બિંદુ

હાથના વચ્ચેના ભાગમાં આ બિંદુ આવેલું હોય છે અને આ બિંદુને દબાવવાથી શરીરનું તાપમાન સામાન્ય થાય છે અને આંતરિક ક્રિયા પણ નિયમિત બને છે. શરીરમાં વજન બરાબર હોવા માટે શરીરનું તાપમાન બરાબર હોવું જોઈએ અને સાથે જ આંતરડાઓની અવસ્થામાં પણ સારી હોવી જોઈએ. આ બિંદુથી શરીરની ઉર્જા બહાર નીકળે છે અને વજન ઝડપથી ઓછું થાય છે. આ બિંદુને એક મિનિટ સુધી દબાવો અને આ ક્રિયા દિવસમાં બે કે ત્રણ વાર કરો.

3. પગના વચ્ચે

આપણા બન્ને પગ વચ્ચે આ બિંદુ આવેલું હોય છે. આ બિંદુ પગના તળિયાના મધ્ય ભાગમાં આવેલું હોય છે અને આ બિંદુ પર દબાવ આપો અને હાથથી પણ મસાજ કરો. ઓછામાં ઓછી દસ મિનિટ તમારી આંગળીઓથી આ બિંદુ પર માલિશ કરો. આ ક્રિયા દિવસમાં બન્ને પગમાં નવ વાર કરો. આ બિંદુથી જમવાનું સહેલાઈથી પચી જાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે.
4. કાનની બાજુમાં

તણાવ માણસનો સૌથી મોટો દુશ્મન છે, કારણ કે તણાવથી ઘણી બધી સ્વાસ્થની સમસ્યાઓ પેદા થાય છે અને વધારે સમય તણાવમાં રહ્યા બાદ વજન પણ ઝડપથી વધે છે. આ કારણે વજન ઓછું કરવા માટે તણાવ ઓછો કરવો જરૂરી છે. કાનની બાજુમાં આવેલા આ બિંદુને આરામથી ત્રણ મિનિટ સુધી દબાવો અને આ ક્રિયા દિવસમાં ત્રણ વાર કરો.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!