પુલવામા હુમલા પર સાનિયા મિર્ઝાને પૂછ્યું – શું અફસોસ જતાવવો છે દેશભક્તિ? દેશમાં નફરત ફેલાવનારોને આપ્યો મુહતોડ જવાબ

0

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત નહિ કર્યું, તો ટ્રોલર્સે તેમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.  14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર થયેલા આ હુમલામાં 40થી વધુ જવાન શહીદ થઇ ગયા, આ પછી ટ્રોલર્સે સાનિયા મિર્ઝાને પોતાના નિશાન પર લઇ લીધી છે. પરંતુ પોતાના ચિર-પરિચિત અંદાજમાં જવાબ આપનાર સાનિયાએ રવિવારે પોતાના ટ્રોલર્સને સખત શબ્દોમાં જવાબ આપ્યો છે.સાનિયા મિર્ઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખાસ નોટ લખીને ફોટો પોસ્ટ કરી છે. આ નોટમાં સાનિયાએ લખ્યું છે કે સોશિયલ મીડિયા પર પોતાની દેશભક્તિ દર્શાવવાની કોઈ જરૂર નથી. આ હુમલાથી જેટલો આખો દેશ દુઃખી છે એટલી જ હું પણ દુઃખી છું.

સાનિયાએ આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “આ પોસ્ટ એ લોકો માટે છે, જે વિચારે છે કે સેલિબ્રિટી હોવાના નાતે અમારે પોતાને દેશભક્ત સાબિત કરવા માટે કોઈ હુમલાની નિંદા ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા ચેનલ પર કરવી જોઈએ… કેમ? કમ કે અમે સેલેબ્રીટી છીએ અને તમે એક હતાશ વ્યક્તિ છો, જે પોતાનો ગુસ્સો બીજે કશે કાઢવા માટે અને નફરત ફેલાવા માટે આવા પ્રસંગો શોધો છો???”સાનિયાએ આગળ લખ્યું, “મને કોઈ હુમલાની સાર્વજનિક રૂપથી નિંદા કરવાની જરૂર નથી અને ન એ જરૂર છે કે હું કોઈ છત પર કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉભી રહીને બૂમો મારુ કે અમે આતંકવાદનો વિરોધ કરીએ છીએ.”તેઓએ લખ્યું, “કોઈ પણ વ્યક્તિ જે મગજથી સ્વસ્થ છે એ આતંકવાદના વિરોધમાં જ હશે અને જો એ નહિ હોય તો આ એક સમસ્યા છે!!! હું પોતાના દેશ માટે રમુ છું. એના માટે પરસેવો પાડું છું અને આ જ રીતે હું મારા દેશની સેવા કરું છું.”સખત રીતે ટ્રોલર્સને જવાબ આપતા સાનિયાએ આગળ લખ્યું, “હું આ દુઃખની ઘડીમાં સીઆરપીએફના જવાનો અને તેમના પરિવાર સાથે છું. મારુ દિલ એ લોકો માટે બહાર આવે છે અને એ જ સાચા હીરો છે, જે આપણા દેશની રક્ષા કરે છે.”

સાનિયાએ પુલવામા આતંકવાદી હુમલાની નિંદા કરતા લખ્યું, “14 ફેબ્રુઆરી આપણા દેશ માટે એક કાળો દિવસ હતો અને હું આશા રાખું છું કે આપણા દેશને ફરી ક્યારેય આવો દિવસ જોવા ન મળે. કોઈ પણ સ્તર પર કેટલી પણ સંવેદના આને સારું નહિ કરી શકે… આ દિવસ ભુલાવી નહિ શકાય અને ન એના ગુનેગારોન માફ કરી શકાશે. પરંતુ હા, હું અત્યારે પણ શાંતિ માટે પ્રાર્થના કરીશ અને તમારે પણ નફરત ફેલાવવાને બદલે આવું જ કરવું જોઈએ.”સાનિયાએ લખ્યું, “ગુસ્સો સારો હોય છે જો એ કોઈ સારી જગ્યાએ લગાવવામાં આવે, બીજા લોકોને ટ્રોલ કરવાથી તમને કશું જ નથી મળી રહ્યું… આ દુનિયામાં આતંકવાદ માટે કોઈ જગ્યા નથી અને ન ક્યારેય હશે.”
સાનિયાએ લખ્યું, “તમે પણ દેશની સેવા માટે કોઈ રસ્તો પસંદ કરો, ન કે ક્યાંય બેસીને તમે ફક્ત કોઈ સેલિબ્રિટીને જજ કરો. તમે પણ થોડું-ઘણું કામ કરી લો અને અમે પણ પોતાના ભાગનું થોડું-ઘણું કામ કરી રહયા છીએ, સોશિયલ મીડિયા પર કઈં પણ કહયા વિના. આ પણ એક વાત છે.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here