શહિદ પતિનો ચહેરો જોવા માટે તડપતી રહી પત્ની, પણ ના ખોલી શકાય શબપેટી ની ઢાંકણું…

0

14 ફેબ્રુઆરીના દિવસે 44 સીઆરપીએફના જવાન શહિદ થયા છે જેને લીધે પૂરો દેશ દુઃખમાં ડૂબી ગયો છે અને દરેક કોઈના દિલમાં બદલાની ભાવના છે અને પાકિસ્તાનથી બદલો લેવામાં આવે.
હવે દરેક મોટા દેશ, ભારતમાં વિપક્ષ દળના નેતા દરેક સાથે મળીને આતંકના વિરુદ્ધ લડાઈ લાવા માગે છે. તે જવાનોમાંના એક જવાન હતા શહિદ શ્યામ બાબુ જે યુપીના કાનપુર દેહાતના રહેનારા હતા. શનિવારે જ્યારે તેનું પાર્થિવ શરીર તેના ગામેં પહોંચ્યું તો શહિદ પતિનો ચહેરો જોવા માટે તેની પત્ની તડપતી રહી હતી, આ જોઈને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પણ રોઈ પડ્યા હતા.

પતિનો ચહેરો જોવા માટે તડપતી રહી હતી પત્ની:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની શહિદ શ્યામ બાબુના ઘરે પહોંચી અને ત્યાં તેણે પુરા પરિવાર ની સાથે સાથે ગામના લોકોના દુઃખ-દર્દને પણ જોયું. ચારે તરફ શ્યામ બાબુ અમર રહે ના નારા ગુંજી રહ્યા હતા અને તેની સાથે જ અમુક પાકિસ્તાન મુર્દાબાદ પણ કહી રહ્યા હતા. શહિદના પાર્થિવ શરીરને જોવા માટે પૂરું ગામ ઉમટી પડ્યું હતું. જયારે પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું તો શ્યામ બાબુની પત્નીએ પતિનો ચહેરો જોવાની માંગ કરી હતી પણ તેની આ ઈચ્છા પુરી ન થઇ શકી કેમ કે શબપેટી નું ઢાંકણ ફરીથી ખોલી ના શકાય. આ દરમિયાન શહિદની પત્ની ને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પોતાની બાથ માં લઇ લીધી કેમ કે શહિદની પત્ની વારંવાર બેભાન થઇ રહી હતી.
જણાવી દઈએ કે શ્યામ બાબુના પિતા રામ પ્રસાદ ખેડૂત હતા અને તેના બે દીકરાઓ છે જેમાંથી શ્યામ બાબુ મોટા દીકરા હતા. તેમણે કહ્યું કે તેને પોતાના શહિદ દીકરા પર ખુબ જ ગર્વ છે અને જો જરૂર પડશે તો તે તેના બીજા દીકરાને પણ ફૌજ માં મોકલી દેશે.
પત્નીની રોઈ રોઈને ખરાબ હાલત:શ્યામના લગ્ન રુબી સાથે 6 વર્ષ પહેલા થયા હતા અને તેનો ચાર વર્ષ નો દીકરો અને 6 મહિનાની એક દીકરી છે. શહિદ ના પાર્થિવ શરીરને જોઈને પત્ની એ કહ્યું કે,”જલ્દી પાછા આવવાનું વચન આપ્યું હતું અને તે આટલી જલ્દી આવી ગયા, તે પણ આવી રીતે! જયારે તે ઘરેથી ગયા ત્યારે મને નોતી ખબર કે હું તેને ફરીથી ક્યારેય પણ જોઈ નહીં શકું. હવે દીકરો કોની સાથે ફોન માં વાત કરવાની જીદ કરશે, બે દિવસથી કહી રહ્યો છે કે પપ્પા સાથે વાત કરાવો”.સ્મૃતીજી એ કહ્યું કે,”શહીદો ના પરિવારની સાથે દરેક કોઈની સંવેદનાઓ જોડાયેલી છે. આજે દેશના દરેક નાગરિક આ હુમલા થી ખુબ દુઃખમાં છે અને છે. તેનો આતંકીઓને બરાબરનો જવાબ આપવામાં આવશે.બસ તમે દરેક કોઈ હિંમ્મત રાખો”.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here