5 મી પાસ આ વ્યક્તિએ બનાવ્યું એવું ઘર જેને જોઈને એંજીનીયરો પણ રહી ગયા હેરાન, જુઓ ઘરની ખાસિયત….

0

કહેવાય છે ને કે ઈરાદો પાકો હોય અને હોંસલાઓ બુલંદ હોય તો બધું જ હાંસિલ થઇ શકે છે. એવું જ કઈક જોવા મળ્યું છે પાંચમી પાસ આ વ્યક્તિના જીવનમાં જેમણે પોતાની મજબૂત ઈચ્છા શક્તિ થી બનાવી દીધી કંઈક એવું કે તેને જોઈને બધા હેરાન જ રહી ગયા હતા.તમિલનાડુ ના મેલાપુદુવાંકદી માં રહેનારા 65 વર્ષના મોહમ્મ્દ સુહૈલ હમિદે પૈસા ની ખામી હોવાને લીધે બાળપણમાં 5 મુ ધોરણ પાસ કરીને પોતાનો અભ્યાસ છોડી દીધો હતો, જયારે હમિદ નાના હતા ત્યારે તેના ઘરની હાલત ઠીક ન હતી પછી પૈસા કમાવા માટે તેમણે મજૂરી નું કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
હમિદ મજૂરીની સાથે સાથે ઘર બનાવામાં રુચિ લેવા લાગ્યા અને અરબ દેશ જઈને રહેવા લાગ્યા. 20 વર્ષ ત્યાં પસાર કર્યા પછી તેમણે ઘર બનાવાનું કામ શીખી લીધું, કામ શીખ્યા પછી તેને ટેક્નિકોનો અનુભવ થઇ ગયો અને તેમણે પોતાના મનમાં નક્કી કરી લીધું કે તે પોતાના દેશ જઈને આવું જ ઘર બનાવશે.
આખરે તેમણે પોતાની મહેનતથી એક મુવિંગ હાઉસ બનાવું જ લીધું. આ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર 3 અને ફર્સ્ટ ફ્લોર પર બે બેડરૂમ છે. ફર્સ્ટ ફ્લોરમાં આયર્ન રોલર લાગેલું છે, જેની મદદથી મકાન ને કોઈપણ રીતે ફેરવી શકાય છે. માટે ઘરને લોકો દૂર-દૂર થીa જોવા માટે આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!