મોમ કરીના કરતી રહી અંદર લઇ જવાની કોશિશ, તૈમુર વારંવાર બહાર ચેહરો કાઢીને આપતા રહ્યા ફોટોગ્રાફર્સ ને પોઝ….

તૈમુર અલી ખાન રવિવાર ના રોજ માસી કરિશ્મા કપૂર ના ઘર ની બહાર જોવામાં આવ્યા હતા. તે ત્યાં મમ્મી કરીના ની સાથે પહોંચ્યા હતા. જયારે કરીના પોતાની કાર માંથી ઉતરીને કરિશ્મા ના ઘરની અંદર તૈમુર ને લઇ જઈ રહી હતી, ત્યારે તૈમુર ત્યાં રહેલા ફોટોગ્રાફર્સ ને ક્યૂટ સ્માઈલ ની સાથે પોઝ આપતા રહ્યા હતા. એટલું જ નહીં, કરીના ને આ દરમિયાન તેને અંદર લઇ જાવા માટે ખુબ મેહનત પણ કરવી પડી. કરીના તૈમુર નો હાથ પકડીને દરવાજા ની અંદર ખેંચી રહી હતી, જયારે તે વારંવાર બહાર ની તરફ આવવાની કોશિશ કરતા રહ્યા હતા. તૈમુર વારંવાર પોતાનો ચેહરો બહાર કાઢીને સ્માઈલ કરીને ફોટોગ્રાફર્સ ને પોઝ આપતા રહ્યા હતા.એક ઇન્ટરવ્યૂ માં કરીના એ જણાવ્યું હતું કે તે અને સૈફ બંને ઈચ્છે છે કે તૈમુર ની આસપાસ ઓછામાં ઓછા પાંચ બોડીગાર્ડ રહે. કરીનાના આધારે, ”જયારે મીડિયા ના લોકો તૈમુર ને બોલાવે છે તો તે રિએક્શન આપવા લાગે છે. તે ખુબ જ મુશ્કિલ પરિસ્થિતિ હોય છે. અમે લોકો કેવી રીતે તેને મૈનેજ કરી રહ્યા છીએ, એ અમે પણ નથી જાણતા. અમે ખુદ પણ નથી ઇચ્છતા કે તૈમુર પાંચ-પાંચ બોડીગાર્ડ ના ઘેરા માં રહે. કેમ કે અમારું બાળપણ આવી રીતે નથી વીત્યું”. જણાવી દઈએ કે તૈમુર જ્યા પણ જાય છે, ત્યાં પોતાની પાછળ મીડિયા ફોટોગ્રાફર્સ ને મેળવે છે. હવે તો એવું થઇ ગયું છે કે તૈમુર પણ ફોટોગ્રાફર્સ ને ઓળખાવા લાગ્યો છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!