લંડનમાં ખોરાકી હફ્તા પર જીવી રહ્યા છે વિજય માલ્યા, દરેક મહિને મળે છે 65 લાખ રૂપિયા, આખરે શા માટે?

0

ભારતમાં બેંક ડિફોલ્ટ અને મની લોન્ડ્રીંગ કેસમાં ફસાયેલા વિજય માલ્યાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારત પછી હવે બ્રિટેનમાં પણ માલ્યાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આવી ચુક્યો છે. જણાવી દઈએ કે માલ્યા પર બેંકોના લગભગ 9000 કરોડ રૂપિયાનો ફ્રોડ કર્યો છે અને તે હાલ બ્રિટેનમાં છે. ભારતના તરફથી તેના પ્રત્યર્પણ માટે યુકે ની કોર્ટ માં મુકદમો ચાલી રહ્યો છે. સાથે જ ભારતમાં પણ તેની ઘણી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી ચુકેલી છે. એવામાં તેની ઇન્કમ રોકાઈ ગઈ છે. જેને લીધે યુ.કે. કોર્ટના આદેશ પર તેને દરેક મહિને 65 લાખ રૂપિયાનો હફતો મળી રહ્યો છે.આખરે શા માટે મળી રહ્યો છે ખોરાકી હફતો:

યુ.કે. ની કોર્ટમાં સુનવાઈ દરમિયાન વિજય માલ્યાએ અપીલ કરી હતી કે ભારતના પરિવર્તન નિદેશાલયે તેની સાથે-સાથે તેના પરિવારની ઓનરશિપ વાળી 13,900 કરોડ રૂપિયાની પણ સંપત્તિ જપ્ત કરી લીધી છે. જેની અસર તેની ઇન્કમ પર થઇ છે. તેને જોતા કોર્ટે તેને ખોરાકી હફતો આપવાનો નિર્ણય કર્યો છે. જેને ફેબ્રુઆરી માં યુકે હાઇકોર્ટે 3 ગણી કરતા પણ વધારી નાખ્યું છે. તેના પછી માલ્યા ને હવે દરેક હફ્તાના 18,325.31 પાઉન્ડ(16 લાખ રૂપિયા) થી પણ ધનરાશિ ખોરાકી હફ્તાના રૂપમાં મળી રહી છે. એટલે કે તેને દરેક મહિને હવે લગભગ 65 લાખ રૂપિયા મળી રહ્યા છે, જે વર્ષના આધાર પર 8.32 કરોડ રૂપિયા હશે.
આટલા માટે વધ્યો હતો હફતો:

તેની પહેલા યુકે હાઇકોર્ટે આગળના વર્ષ કર્ણાટકના ટેબ્ડ રિકવરી ટ્રીબ્યુનલ (DRT) ના એક નિર્ણય પછી માલ્યા ને સાપ્તાહિક આધાર પર 5,000 પાઉન્ડ(4.51 લાખ રૂપિયા) ના હફતાની અનુમતિ આપી હતી. પણ માલ્યાના વકીલોએ યુકે ની હાઇકોર્ટમાં માલ્યા માટે અતિરિક્ત ખોરાકી હફ્તાની માંગ કરી હતી. તેની પાછળ કારણ હતું કે આગળના વર્ષ માલ્યાની પુરી દુનિયામાં ફેલાયેલી 9574 કરોડ રૂપિયાની સંપત્તિ ને ફ્રિજ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને જોતા હાઇકોર્ટે માલ્યાનો હફતો વધારી દીધો છે.

દેશમાં માલ્યાની 159 પ્રોપર્ટી:

બેંગ્લોર પોલીસે બૃહસ્પતિવારના રોજ કોર્ટમાં જણાવ્યું કે ભારતની અંદર વિજય માલ્યાની 159 પ્રોપર્ટીની જાણ થયેલી છે.

બની ગયો છું બેન્ક ડિફોલ્ટનો પોસ્ટર બોય:હાલમાં જ વિજય માલ્યા એ બેન્ક ડિફોલ્ટ મામલામાં બે વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિત્ત મંત્રી અરુણ જેટલી ને લખેલા લેટર્સ સાર્વજનિક કર્યા હતા. માલ્યાનું કહેવું છે કે તેમણે 15 એપ્રિલ 2016 ના રોજ આ લેટર પોતાનો પક્ષ રાખવા માટે લખ્યા હતા, પણ પીએમ અને વિત્ત મંત્રી કોઈના તરફથી કોઈ જ જવાબ આવ્યો નથી. માલ્યાએ એ પણ કહ્યું હતું કે તે બેન્ક ડિફોલ્ટ ના પોસ્ટર બોય બની ચુક્યા છે.

લિપટાવા માંગુ છું મામલો:માલ્યાનું એ પણ કહેવું છે કે તે બેન્કોનો કર્જ ચૂકવીને દરેક મામલો લિપટાવા માંગે છે. તેમણે કહ્યું કે તેના માટે હું દરેક સંભવ કોશીસ કરતો આવ્યો છું અને કરતો રહીશ. પણ જો કોઈ રાજનીતિના ચાલતા બાહરી કારકોએ દખલ કરી તો તેમાં હું કઈ જ ન કરી શકું.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!